રાજકોટમાં બીએપીએસ દ્વારા આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટનો પાણી પ્રશ્ર્ને કાયમી ધોરણે ભૂતકાળ બની જશે: મુખ્યમંત્રીએ આપી વધુ એકવાર પાણીદાર ખાતરી

રાજકોટમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ દ્વારા રેસકોર્સના મેદાનમાં આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સહભાગી બન્યા હતાં.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમાજ રચના

માં સંતો અને મહંતોની મહત્વની ભૂમિકા હોય છે. સંતો જ સમાજને સાચી દિશાનું નિર્દેશન કરે છે. સરકારો તો કાયદા બનાવી, તેનો સક્રીયતાી અમલ કરાવી શકે પણ, સંતો તો કોઇ બાબત પરત્વે કાયદા બનાવવા જ ના પડે તેવા તંદુરસ્ત માહોલનું નિર્માણ કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા નશાબંધી અને ગૌવંશ હત્યા નિષેધના કડક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. આ બાબતો પ્રત્યે જનચેતનાની જાગૃતિ માટે સંતો-મહંતો નેતૃત્વ લે તે જરૂરી છે.

 

રાજકોટ શહેરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ દ્વારા રેસકોર્સના મેદાનમાં આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉપર મુજબ જણાવતા મુખ્યમંત્રીએ વધુમાં આ સંદર્ભમાં ઉમેર્યું કે સુસંસ્કૃત માનવના ઘડતર માટે સંતો પોતાનું સમગ્ર જીવન ખપાવી દેતા હોય છે. ાકેલો, હારેલો માનવી સત્ સંતોનું શરણ શોધતો હોય છે. દિવ્યતા અને ભવ્યતાના પ્રતીક સમા ભગવા વો ધારણ કરી સંતો સમાજને નવી દિશા આપતા હોય છે અને જનમાનસ પર પોતાની અમીટ છાપ છોડી જતા હોય છે.

અક્ષર નિવાસી પ્રમુખ સ્વામિ મહારાજનું ઉદાહરણ આપતા  રૂપાણીએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઉચ્ચ કોટિના સંત હતા. તેમના ચહેરા ઉપર ક્યારેય નિરાશા જોવા મળી નહોતી. ગમે એટલો પરિશ્રમ કર્યો હોય છતાં, ાકનું તેઓ નામ લેતા નહોતા. હંમેશા તેઓ અન્યોને પ્રેરિત કરતા રહેતા હતા. તેમણે આક પરિશ્રમ કરી જ ભારતીય સંસ્કૃતિને દેશ અને દુનિયામાં ઉજાગર કરી હતી.

મુખ્યમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં ગૌવંશ હત્યા નિષેધ અને નશાબંધીના નવા કડક કાયદાની વિગતો આપી હતી. ગરીબના બાળકો પણ સારી શાળાઓમાં ભણી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં ફિ નિયમન કરવામાં આવ્યું હોવાનું કહી પ્રાદેશિક કક્ષાએ આ માટે સમિતિની રચના કરી

હોવાનું પણ જણાવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસીઓને કહયુ હતુ કે, રાજકોટને માટે પાણીનાં સંકટની બાબત કાયમી ભુતકાળની બાબત બની જશે તે માટે સૌની યોજના અમલમાં મુકી છે અને આગામી દીવસોમાં આ યોજના કી આજીડેમને નમર્દાના નીરી ભરી દેવામાં આવશે રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે બીએપીએસ સંસ દ્વારા પૂ. પ્રમુખસ્વામી મહારાજનાં શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટમાં રેસકોર્ષ ખાતે ઉજવાય રહેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉપસ્તિ રહીને ધર્મલાભ લીધો હતો. આ તકે સંસનાં વરિષ્ઠ સંતો દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. મહોત્સવનાં આકર્ષણ સમા પ્રદર્શનને નિહાળીને મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત યા હતાં.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સેવાપ્રવૃતિની જયોત પ્રગટાવી સેવા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના ઉદબોધન

માં જણાવ્યુ હતુ કે, રાજયનો કોઇ પણ બાળક શિક્ષણી વંચીત ન રહે તે માટે રાજય સરકાર સક્રિય છે અને તેમાં પણ બાળકોને સંસ્કારમય શિક્ષણ આપવા માટે રાજય સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવી રહયા છે. રાજયનાં સર્વાંગી ઉત્કર્ષ માટે રાજય સરકાર હાલમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની રાહબર પર આગળ વધી રહી છે.  મહોત્સવમાં બીએપીએસ છાત્રાલય, અટલાદરનાં યુવકો દ્વારા  સંજીવની સંવાદની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી.

પૂ. અપૂર્વમુનિ સ્વામિએ પોતાની રસાળ  અને ચોટદાર શૈલીમાં કામૃતનો ઉપસ્તિ વિશાળ સંખ્યામાં ભાવીકોને લાભ આપ્યો હતો.

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા અને શ્રીમતી ભાનુબેન બાબરિયા,  મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ઘ્રૃવ, ,  શ્રીમતિ અજંલીબેન રૂપાણી પુષ્કરભાઇ પટેલ, કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, પૂ. અપૂર્વમુનિ સ્વામિ, કોઠારીશ્રી ર્તી સ્વામિ, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત, કલેકટરશ્રી વિક્રાંત પાંડે સંતો,શ્રેષ્ઠીઓ, નગરજનો તા વિશાળ સંખ્યામાં સંસનાં ભાવિકો ઉપસ્તિ રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.