મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કામગીરી ઝડપી બનાવાના સુચનો આપ્યા
રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી વિદ્યાલય કે જ્યાં પૂ. બાપુએ શિક્ષણ લીધેલ હતું તે સ્કુલ હવે તેમના જીવન સંદેશને વિશ્વભરમાં પ્રસરાવવાનું માધ્યમ બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ મહાત્મા ગાંધી વિદ્યાલય સ્થિત નિર્માણાધીન મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લઈ ચાલી રહેલ કામની ઝીણવટભરી નોંધ લીધી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ બાપુના જીવનના તમામ પ્રેરણાદાયી પ્રસંગોને આવરી લેવા આ તકે સૂચનાઓ આપી હતી. મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડ ના પડે તેરીતે વ્યવસ્થા કરવા સૂચનો કર્યા હતાં તેમજ પૂ. બાપુના સમયની સ્કુલના પૌરાણિક અવશેષો જળવાઈ રહે તે રીતે બાંધકામ કરવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ તેમજ મહાનુભાવોએ હૃદય કુંજ-ર્પ્રાના હોલ, મહાત્મા ગાંધીજીના જીવન આધારિત પ્રસંગો તેમજ સંદેશ આધારિત ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મતેમજ ૩-ડી મેપિંગ દ્વારા સંદેશાત્મક ફિલ્મ નિહાળી હતી, આ તકે વિવિધ ૪૦ રૂમમાં શરુ થવા જનાર પ્રોજેક્ટ અંગે તેઓ માહિતગાર થયા હતાં.સ્કુલ ખાતે નિર્માણધીન સત્યપીઠ ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓ મુલકાતે આવશે, ત્યારે વૈશ્વિક સ્ળના નિર્માણમાં કોઈ કચાસ નો રહી જાય તે રીતે ઝડપીકામગીરીપૂર્ણ કરવા મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતાં.
રૂપાણી સો આ તકે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની તેમજ પ્રોજેક્ટ હેડ વંદના રાજે વિવિધ કામગીરી અંગે માહિતી પૂરી પાડી હતી. આ તકે આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો ગોંવિદભાઇ પટેલ, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, શ્રી કમલેશભાઇ મીરાણી અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શ્રીમતી ભાનુબેન બાબરિયા, રાજુભાઇ ધ્રુવ, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહીત મહાનુભાઓ તેમજ અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતાં.