મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાત પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે.. જન જનને વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીના એક એક બુંદને પરમેશ્વરનો પ્રસાદ માની ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
તેમણે આ જળ અભિયાનમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક શ્રમદાન સમયદાનથી જોડાઈને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી.. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વિકાસ જ પાણીનો આધાર છે જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે. તેમને જણાવ્યું કે ગુજરાત આ જળ અભિયાનથી દેશને નવો રાહ બતાડશે.
વિજયભાઈ રૂપાણીએ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટાપાયે વૃક્ષો વાવવા અને જળ અભિયાન દરમ્યાન નદીઓના કાંઠાની સફાઈ કરી નદીઓ પુનર્જવિત કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ સમુદ્રના ખારા પાણીને ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવા લાયક મીઠા બનાવવાના રાજ્ય સરકારના આયોજન તેમજ પાણીના રી યુઝ રી સાયકલ રિડ્યુસ નાઅભિગમની પણ ભૂમિકા આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com