મહામંત્રી પદે પડધરીના હરદેવસિંહ જાડેજા તા ઉપલેટાના હરસુખભાઈ સોજીત્રાની નિમણૂંક કરાય

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના હોદ્દેદારો સો વિચાર-વિમર્શ કરીને રાજકોટ જિલ્લા ભાજપના કિશાન મોરચાના પ્રમુખ તરીકે વિજયભાઈ કોરાટ, મહામંત્રી તરીકે હરદેવસિંહ જાડેજા અને હરસુખભાઈ સોજીત્રાની વરણી કરી છે.

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ૧૮ સ્ળોએ કૃષિ મહોત્સવ ઉજવવામાં આવશે. જેના ભાગ‚પે તા.૧૯-૫ના રોજ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ગોંડલ ખાતે હજારો ધરતીપુત્રો (ખેડૂતો)ની ઉપસ્િિતમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સભાને સંબોધશે.

વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના શાસનકાળમાં કૃષિ ક્રાંતિની આહલેક જગાવી હતી. ખેડૂતોને ખેતી માટે ૧૦-૧૦ કલાક પાણી અને વીજળી ઉપલબ્ધ કરાવી. ગામડામાં રોડ-રસ્તા પાકા કરીને હાઈવેને જોડયા, કૃષિ વૈજ્ઞાનિકોને ખેતરોમાં ‚બ‚ મોકલીને જમીન ટેસ્ટીંગ કરાવીને પાકની જાણકારી આપી અને દવા નહીં પરંતુ ઓર્ગેનિક ખાતર કેમ બનાવવું અને ઓર્ગેનિક ખેતી વિષયક માહિતી આપી. જેના કારણે ખેડૂતો મબલક પાક લેતા યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પણ કિશાન શક્તિમાં અખૂટ વિશ્ર્વાસ વ્યકત કરી આશાવાદ વ્યકત કર્યો છે. આવનારા વર્ષોમાં ગુજરાતનો ખેડુત ડોલરમાં સોદો કરી આંતરરાષ્ટ્રીય બજાર સર કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ “હર હા કો કામ, હર ખેત કો પાનીના સૂત્ર અપનાવી ખેડૂતોને સદા મદદ‚પ બનવાની તત્પરતા દાખવી છે. સરકારે નર્મદાના વહી જતા પાણીને રોકીને કેનાલ વડે ગુજરાતના ૧૧૫ ડેમોને ભરવા મહત્વાકાંક્ષી “સૌની યોજના સાકાર કરી ધરતીના નીરને મોભે ચડાવવાનું ભગીર કાર્ય કરી બતાવ્યું છે. ગુજરાતના તમામ ખેડૂત ત્રણેય મોસમમાં પાક લઈ શકે છે. તેને કારણે ગુજરાતનો ખેડુત સમૃદ્ધ બન્યો છે એટલે જ ગુજરાતના ખેડૂતોએ ભાજપમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. જેના ભાગ‚પે ગોંડલ ખાતે હજારો કિશાનો મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપનો કેશરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાશે.

કિશાન મોરચાના નવા વરાયેલા હોદ્દેદારને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જશુમતીબેન કોરાટ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય, પ્રવિણભાઈ માંકડિયા, જયેશભાઈ રાદડિયા, ભાનુબેન બાબરિયા, જયરાજસિંહ જાડેજા, બાવનજીભાઈ મેતલિયા તા રાજકોટ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.