આવાસો, મામલતદાર કચેરી, રેનબસેરાનું ખાતમુહૂર્ત, સૂચિત સોસાયટીઓના લાભાર્થીઓના ફોર્મ કેમ્પ તથા યુ.એલ.સી.ના લાભાર્થીઓને સનદ અર્પણવિધિ કરાય
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હેઠળ નિર્માણ પામેલ ૩૩૬ આવાસોનું, મામલતદાર કચેરી, રેનબસેરાનું ખાતમુહૂર્ત ઉપરાંત સૂચિત સોસાયટીઓના લાર્ભાીઓના ફોર્મ કેમ્પ તા યુ.એલ.સી.ની સનદ અર્પણવિધિ રાજ્યના મહેસુલ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના માન.મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજોલા આ કાર્યક્રમમાં ધારસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, બાવનજીભાઈ મેતલીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કલેશભાઈ મીરાણી, ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ૬૯- વિધાનસભા ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, એડી. કલેકટર હર્ષદભાઈ વોરા, દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા, હાઉસીંગ કમીટીના ચેરમેન કિરણબેન સોરઠીયા, કોર્પોરેટરો દેવરાજભાઇ મકવાણા, મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર મંત્રી વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.૧ પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ રસિકભાઈ બદ્ર્કીયા, મહામંત્રી કાનજીભાઈ ખાણધર, ભાવેશભાઈ પરમાર, વોર્ડ નં.૩ પ્રમુખ હેમુભાઈ પરમાર, પ્રભારી દિનેશભાઈ કારિયા, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરીયાનાણી, તેમજ વોર્ડ નં.૩ ના અગ્રણી સુનીલભાઈ ટેકવાણી, વિજયભાઈ કોશિયા, વિજયભાઈ પોપટ, શોભિતભાઈ પરમાર, મનોજભાઈ લાલ વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે, અગાઉની સરકારોએ લાંબા સમય સુધી શાસન કર્યું પરંતુ વધતી જતી વસ્તીને ધ્યાને લઇ કોઈ કામ કરેલ નહિ. જ્યારે ભારતીય જનતા પક્ષના કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, અને અત્યારે વિજયભાઈ રુપાણીની સરકાર લોકોની સુખાકારી વધે તે રીતે સંવેદનશીલ અભિગમ અપનાવી કામ કરી રહી છે. જેમાં આશ્રય વિહોણા લોકોને ઘરનું ઘર, શહેર અને ગામડાઓને પાણી, વીજળી, તેમજ અન્ય ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા બાદ સૂચિત અને યુ.એલ.સી.ના પ્રશ્નોનો ગમેતેમ કરીને ઉકેલ લાવવા સૂચવ્યું હતું. મુખ્યમંત્રીના શપ વખતે વિજયભાઈ રુપાણીએ મેચ રમવાની છે તેવી વાત કરેલ. આજે તેમણે જીતવા માટે જરૂરી કરતા પણ વધુ રન બનાવી લીધા છે.
એટલે કે, માત્ર એક જ વર્ષના ટુંકા ગાળામાં ૪૭૫ ી વધુ લોકભોગ્ય નિર્ણયો કરીને લોકોને એ પ્રતીતિ કરાવી છે કે, ખરા ર્અમાં વિકાસ કોને કહેવાય. જોકે ગુજરાતનો વિકાસ ડાયા માણસોને દેખાય પણ. મંત્રીએ, આ ઉપરાંત એમ કહ્યું હતું કે, અમેરિકાના પ્રમુખની ચુંટણી વખતે ટ્રમ્પે સબ કા સા સબ કા વિકાસ એવું જાહેર કરીને નરેન્દ્રભાઈ મોદીનું આ સુત્ર અપનાવેલ. આ વૈશ્વિક સન્માન માત્ર નરેન્દ્રભાઈ ને જ નહિ પરંતુ તેમણે કરેલા વિકાસ કાર્યોને પણ જાય છે.
આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયે કાર્યક્રમમાં ઉપસ્તિ સૌ લાર્ભાીઓને સુખમય જીવનની શુભકામના પાઠવતા એમ કહ્યું હતું કે, સને.૨૦૨૨ સુધીમાં દરેક નાગરિકને ઘરનું ઘર મળે તેવો નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે અને સરકારના આ મિશન હેઠળ આજે મહાપાલિકાની આવાસ યોજના અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યુ.એલ.સી. અને સૂચિતની સનદ આપવામાં આવી રહી છે જેનાી હજારો લોકો ચિંતામુક્ત બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહાપાલિકાએ સાત હજારી વધુ આવાસો બનાવ્યા છે.
રાજકોટ શહેરના વોર્ડ નં.૧માં રૈયાધાર વિસ્તારમાં અંતર્ગત રૂ.૧૮કરોડના ખર્ચે ૩૩૬ આવાસો બનાવવામાં આવેલ છે. આ આવાસમાં એક હોલ, એક બેડરૂમ, રસોડું, બારૂમ, ટોઇલેટ, વોશ એરિયા, સુવિધા આપવામાં આવશે. તા વોર્ડ નં.૩ માં આવેલ ડો. બી.આર. આંબેડકર શાળા નં. ૧૦માં રૂ.૨.૮૫ કરોડના ખર્ચે રેનબસેરા બનાવવામાં આવનાર છે જેમાં પુરુષો અને ીઓ માટે બે અલગ અલગ યુનીટ બનાવવાનું બાંધકામ જેમાં બંકબેડ, કોમન કિચન, ઓફીસ રૂમ, સ્ટોર રૂમ, લીફ્ટની સુવિધા સો બનાવવામાં આવશે.
આ પ્રસંગે લાર્ભાીઓને આવાસ યોજનાની ચાવી, યુ.એલ.સી.ની સનદ અને સૂચિત સોસાયટીના ફોર્મ નં.-૬ મહેસુલ મંત્રી તા મહાનુભાવોના વરદ હસ્તે ટોકનરૂપે આપેલ.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સો આવાસ યોજના અને રેનબસેરા પ્રોજેક્ટ અંગે માહિતી આપેલ.
જયારે એડી.કલેકટર હર્ષદભાઈ વોરાએ યુ.એલ.સી. અને સૂચિત સોસાયટીની રાજકોટ શહેરમાં યેલ કામગીરીની વિગત આપેલ.
આ અવસરે પદાધિકારીઓઓ દ્વારા મંત્રીની ફૂલહારી સ્વાગત કરવામાં આવેલ. જયારે બાંધકામ ચેરમેન અને હાઉસીંગ કમીટીના ચેરમેને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે આભાર દર્શન બાંધકામ કમીટીના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ કરેલ.