ક્ષત્રિયો માટે દશેરા દિવાળી કરતા પણ મોટો તહેવાર
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન
રાષ્ટ્રીય રાજપૂત કરણી સનિ તથા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા રાજકોટ ખાતે આગામી વિજયાદશમી (દશેરા) નિમિતે વૈદિક પધ્ધતિથી પરંપરાગત ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન આ વખતે તા.૨૫ને રવિવારે સવારે ૮ વાગ્યે અતિથિ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે તથા સાથે ક્ષત્રીય રાજપૂત સમાજના ભારતીય સેના અને સશસ્ત્રદળોનામાં ભરતીના રખેવાળ વીરગતિને પ્રાપ્ત થયેલ આપણા શહીદ બંધુઓને વિરાંજલી અર્પણ કરવાનો શડીદી વંદનાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ક્ષત્રિયો દશેરાને દિવાળી કરતા પણ મોટો તહેવાર ઉત્સવ માને છે કેમકે આ દિવસે ધર્મને બચાવવા ભગવાની શ્રી રામચંદ્રજીએ રાવણને હણ્યો હતો અને માં જગદમ્બાભવાનીએ મહિસાસુરનો વધ કયો હતો ને જગત માં શાંતિનું સ્થાપન કર્યું હતુ. શસ્ત્ર એજ ક્ષત્રિયોના વાસ્તવિક દેવતા છે જેમની ઉપાસનાથી શ્રી અને શકિત પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય રાજપુત પરંપરા અનુસાર ખડગ (તલવાર)માં સાક્ષાતમાં ભવાની (કુલસંરક્ષણી)નો નિવાસ માનવામાં આવે છે. એટલા માટે ખડગશસ્ત્રની પૂજા કુળદેવીના સ્વરૂપમાં કરવામાં આવે છે.
સર્વે ક્ષત્રિય રાજપૂત બંધુઓને આપણા સાંસ્કૃતિક વૈદિક અને પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર સાથેના આયુધ સંધાનવિધિ વિજયાદશમી શસ્ત્ર પૂજન કાર્યક્રમ તથા વિરાંજલી શહીદી વંદના કાર્યક્રમમાં આયુષ (શસ્ત્ર) અને પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહેવા આહવાન અને આમંત્રણ આપવામા આવે છે. સર્વે ક્ષત્રીય રાજપૂત બંધુઓ આવો આ વૈદિક શસ્ત્ર પૂજન કાર્યક્રમના સાક્ષી બનીને ક્ષાત્રધર્મને આત્મસાત કરીએ તેવું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની યાદીમાં જણાવાયું છે.