પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના આધૂનિક શસ્ત્રનું શાસ્ત્રોકત વિધી સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું.
શસ્ત્ર પૂજન સમયે ડીસીપી રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ભરત રાઠોડ, બારૈયા, યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.વાય.રાવલ, કુવાડવા પોલીસ મથકના મોડીયા, હેડ કવાર્ટરના બસીયા, આજી ડેમ પોલીસ મથકના વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
શસ્ત્ર પોલીસની શોભા ગણાવી શસ્ત્રથી અસમાજીક તત્વોમાં ડર રહેતો હોવાથી સુરક્ષા અને સલામતિ જાળવવા શસ્ત્રની જરૂરીયાત છે તેમ તેની દસેરાએ વિધી સાથે પૂજન થવું જરરૂરી હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.