• રાજકોટમાં ઘુંટાયો દેશભકિતનો કેસરિયો રંગ : તિરંગા યાત્રામાં જન સૈલાબ

RAJKOT : ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ  કેન્દ્રીય કેબિનેટ મંત્રી જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું રેસકોર્સ સ્થિત બહુમાળી ચોકમાં સરકાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી લઇ જયુબીલી ગાર્ડન સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઇ તિરંગા યાત્રા: હજારોની મેદની

પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા,  કુંવરજીભાઇ બાવળીયા ઉપરાંત સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિ વિવિધ વેશભૂષામાં શહેરીજનો ઉમટી પડયા: ભારત માતા કી જય, વંદે માતરમ ભારત હમ કો જાન સે પ્યારા હૈના નાદથી રાજકોટ ગુંજી ઉઠયું

યાત્રાના રૂટ પર તિરંગાની લહેર, રંગારગ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ: મુખ્ય સ્ટેજ સહિત રૂટ પર 14 નૃત્ય મંડળીઓએ પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તૃતિ

Vijay Vishwa Triranga Pyaara Zhanda high let's be ours

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે આગામી 1પમી ઓગસ્ટ સુધી ચાલશે દરમિયાન ગુજરાતમાં આજથી તિરંગા યાત્રાનો આરંભ થયો છે. આજે રાજકોટમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તિરંગા યાત્રાનો આરંભ કરાવ્યો હતું. રેસકોર્સ સ્થિત બહુમાળી ચોક પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી જયુબીલી ચોક સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં હજારોની મેદની ઉમટી પડી હતી. દેશ ભકિતનો કેસરિયો માહોલ જામ્યો હતો. વિજય વિશ્ર્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા, ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત હમ કો જાન સે પ્યારા હૈના ગગન ભેદી નાદથી રાજકોટનું આકાશ ગુંજી ઉઠયું હતું.

તિરંગા યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સાંસદ પરષોતમભાઇ રૂપાલા,  રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટિલાળા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પક્ષના દંડક મનિષ રાડીયા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, મ્યુનિ. કમિશ્નર દેવાંગભાઇ દેસાઇ, પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં  હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જેનાથી દેશભક્તિનો જુવાળ ઉભો થયો છે. સાથોસાથ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યોને યાદ કરવામાં આવશે.

રાજકોટમાં આજે  સવારે  બહુમાળી ભવન, સરદાર ચોક  ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ‘હર ઘર તિરંગા યાત્રા’ અભિયાનનો પ્રારંભ થયો હતો.  રાષ્ટ્રભાવના દેશભક્તિ અને દેશની એક્તા-અખંડિતતાને બળવત્તર બનાવવાના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી  જે.પી.નડ્ડા અને  સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી, પ્રભારી મંત્રી  રાધવજીભાઇ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી  ભાનુબેન બાબરિયા, પાણી પૂરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળિયા, મેયર  નયનાબેન પેઢડિયા, સાંસદ ઓ, ધારાસભ્યઓ, આગેવાનો અલ્પેશભાઇ ઢોલરિયા, મુકેશભાઇ દોશી, રાજુભાઇ ધ્રુવ સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહી ‘હર ધર તિરંગા યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ્ર રાજકોટવાસીઓ ઉમળકાભેર સામેલ થયા હતા.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સૌ પ્રથમ આ યાત્રાનો શુભારંભ રાજકોટથી થયો છે.

સમગ્ર ગુજરાતમાં આ “હર ઘર તિરંગા” અંતર્ગત અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ છે. ત્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉમંગભેર ઉજવણી થાય તેવા હેતુથી વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

ત્યારે બહુમાળી ભવનથી જ્યુબેલી ચોક સુધી યાત્રાના રૂટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ  જોવા મળી હતી. યાત્રાના પ્રારંભે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કણબી રાસ, માંડવડી, મણીયારો રાસ, બેડા નૃત્ય,  પાંચાળનો ડોકા રાસ, નળકાંઠાના પઢારોનો મંજીરા રાસ, ડાંગી નૃત્ય, ઢાલ-તલવાર નૃત્ય, મિશ્રા રાસ, રાઠવા નૃત્ય છોટાઉદેપુર, માલધારીઓનો ગોફ રાસ,  ગરબા, ચોરવાડનું ટિપ્પણી નૃત્યનો લ્હાવો માણવા મળ્યો હતો.

આ તિરંગા યાત્રાનો શુભારંભ બહુમાળી ભવનથી થયો હતો. આ યાત્રામાં પ્રજાજનો રાષ્ટ્રભાવના સાથે જોડાશે. યાત્રા જયુબેલી બાગ સ્થિત મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે પહોચી હતી. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા બાદ અહીં યાત્રા પૂર્ણ થઇ હતી.

કાલે સુરતમાં,સોમવારે વડોદરામાં અને મંગળવારે અમદાવાદમાં તિરંગા યાત્રા

તિરંગા યાત્રાના સમાપનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામેલ થશે

કાલે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયા તેમજ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી  મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્યતા સાથે યોજાશે.

સોમવારે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન છે જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક  બાલુભાઇ શુક્લાની ઉપસ્થિતિમાં શાનદાર કાર્યક્રમો સાથે તિરંગા યાત્રા નિકળશે. તિરંગા યાત્રા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં  રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારી રાષ્ટ્ર ચેતના યાત્રા બને તેવી નેમ રાખવામાં આવી છે. તિરંગા યાત્રાનું સમાપન તા.13મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો સાથે થશે. જેમા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.