સ્વામીનારાયણ ગુરૂકુળ વિજય સ્તંભ સમારોહમાં ભાજપ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષે  ડિસેમ્બરમાં ઉજવાનાર અમૃત મહોત્સવના સ્થળ ઉપર જન્માષ્ટમીના પવિત્ર દિવસે વિજય સ્તંભ સમારોહ યોજાએલ. ગુરૂકુલથી યુવાનો ટુ વ્હીલર દ્વારા રેલીરૂપે સમારોહ સ્થળે આવી પહોંચેલ હતા. શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપદાસજી, મંગલ સ્વરૂપ સ્વામી તથા શ્રૃતિ પ્રકાશદાસજી સ્વામીએ ભગવાનની ષોડશોપચારથી મહાપૂજા કરાવેલ હતું.

R5C 5272

ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી તથા ધર્મવલ્લભદાસજી સ્વામી આદિ વડિલ સંતોએ પાંચ વિજય સ્તંભનું પૂજન કરેલ એમની સાથે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર મેયર પ્રદિપભાઇ ડવ, ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહેલ હતા.

લાખાભાઈ સાગઠીયા, ગોવિદભાઈ ખૂંટ ચેરમેન શ્રી પટેલ બોર્ડિંગ તેમજ ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચેતનભાઇ રામાણી વગેરે કોર્પોરેટર મહેમાનો પૂજનમાં જોડાયેલા હતા.

R5C 5286

આ પ્રસંગે દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું કે વિજય સ્તંભ જનહિતના સત્કાર્યોના સંદેશાઓની જાણકારી આપી સૌને ધન્યભાગી થવા આમંત્રણ આપે છે. લોક સુખાકારીની સેવા પ્રવૃત્તિઓ વિશેષ રૂપે થતી રહે તેવા ભાવથી વિજયસ્તંભનું રોપણ તથા પૂજન કરવામાં આવે છે. વધુમાં તેઓએ કહેલ કે સ્તંભની જેમ જીવનમાં સ્થિરતા, સુખ દુ:ખના પ્રસંગોમાં અવિચળતા રાખવાનું આપણને શીખવે છે.

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સુરતથી પધારેલ ધર્મવલ્લભદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીએ ઉત્સવની માહિતી આપેલુ. જન્માષ્ટમીના પવિત્ર દિવસે અમૃત મહોત્સવ સ્થળે ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવેલ હતું.

R5C 5379

આ પ્રસંગે મહોત્સવ સ્થળ માટે 300 વીઘા જમીન નિ:શુલ્ક ભાવે અર્પણ કરેલ, મનસુખભાઇ સોરઠીયા વગેરે ભાઈઓને દેવકૃષ્ણદાસજી સ્વામીએ પુષ્પહાર પહેરાવી આશીર્વાદ આપેલ હતા તથા વસંતભાઇ લીંબાસીયાએ સૌને અલ્પાહાર કરાવેલ. મુંબઈથી પધારેલ શાસ્ત્રી વિરક્ત સ્વામીએ સભા સંચાલન કરેલ હતું.

કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો. સંતો તથા યુવાનોએ નંદ ધેર આનંદ ભયોના ગાન સાથે ભગવાનને પારણામાં ઝૂલાવેલ, દરેક ભાવિકને પંજરીનો પ્રસાદ આપવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.