૭૧ રાજકોટ ગ્રામ્ય, ૭ર જસદણ, ૭૩ ગોંડલ, ૭૪ જેતપુર, જામકંડોરણા, ૭૫ ધોરાજી-ઉપલેટા વિધાનસભામાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન
લોકસભાની ચુંટણી અન્વયે કેન્દ્રની યોજના મુજબ કાર્યક્રમો પૈકી દરેક વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંકલ્પ બાઇક રેલી ના આયોજનના ભાગરુપે રાજકોટ જીલ્લા ભાજપા અઘ્યક્ષ ડી.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહામંત્રી ભાનુભાઇ મેતા ઉ૫સ્થિત રહી આગામી કાર્યક્રમો અંગેની વિસ્તૃત માહીતી આપી હતી.
આ તકે સખીયા, મેતાએ માહીતી આપણા જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી અન્વયે તાજેતરમાં કેન્દ્રીય ભાજપના કાર્યક્રમની સુચના અનુસાર એક જ તારીખે, એક જ સમયે દીપમાલા કાર્યક્રમ યોજાયો. તે જ રીતે કરલો રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જીલ્લાની પ વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું ભવ્ય આયોજન કરાયેલ છે.
આ બાઇક રેલી દ્વારા ભારતીય જનતા પક્ષની સંગઠનાત્મક શકિત, પ્રદર્શિત કરીને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવા માટે બાઇક રેલીમાં લાખો કાર્યકર્તાઓ ભારત માતા કી જય, ભાજપ જિંદાબાદ, ફિર એક બાદ મોદી સરકાર, હર બુથ જાયેગે ભાજપા કો જીતાયેગે જેવા નારા સાથે શહેરી વિસ્તારોમાં ૩૦ થી ૬૦ કીમી અને ગ્રામીણ વિસ્તારોમાં ૧રપ થી ૧પ૦ કીમીનીરેલીમાં મોટી સંખ્યામાં કેશરીયા ખેસ સાથે ભાજપાનો પ્રત્યેક કાર્યકર્ત હોંશભેર જોડવા થનગની રહ્યો છે.
આ બેઠકમાં તાલુકાના પ્રભારીઓ તાલુકાના પ્રમુખ, મહામંત્રી, યુવા મોરચાના કાર્યકર્તાઓ, તાલુકાના હોદેદારો, તાલુકાના તમામ મોરચાના પ્રમુખ- મહામંત્રીઓ ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ સહીતના રાજકોટ, લોધીકા, અને કોટડા સાંગાણી તાલુકાના અગ્રણી કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.