રેલનગરમાં લોકોની સુવિધાઓ માટે બનાવમાં આવેલો બ્રિજ કે જેનું કામ ઘણા વર્ષો થી ચાલી રહ્યું હતું. છતાં લોકો માટે તે બ્રિજ ખૂલો ના મૂકાતા છેવટે લોકોએ થોડા દિવસ પેહલા લોકાર્પણ વગર જ આ બ્રિજ નો વપરાશ કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ રેલ્વે દ્વારા ફરી પાછું આ બ્રિજને બંધ કરી દેવાયો હતો તેની પછાળ નું મુખ્ય કારણ એ પણ હતું કે રેલ્વે તંત્ર ને રાજકોટ મુનિકીપક કોર્પોરેશન દ્વારા જે બજેટ ફાળવામાં આવ્યું હતું તેની ચુકવણી નહોતી થઈ.
ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોની સમસ્યા ને ધ્યાન માં લઈ અને તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો અંત આવે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રેલ મંત્રાલયએ 86.33 લાખ સાથે સર્વિસ ટેક્સ ની રકમ ફાળવી અને આ બ્રિજ નું લોકાર્પણ 19 મી તારીખે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાની ના હસ્તે કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.