મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નવી દિલ્હીમાં અકબર રોડ પર 7066 ચોરસ મીટર જમીન માં નિર્માણ પામનારા નવા ગુજરાત સદન નું ભૂમિપજન કર્યું. આ નવું નિર્માણ થનારું ગુજરાત સદન કેન્દ્ર સરકાર ના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે..
ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆત નો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને રાજધાની ના પ્રાઈમ એરિયા 25 બી અકબર રોડ પર જમીન ફાળવી આપી છે. 69 રૂમ્સ.બેઠક રૂમ સહિત ની આધુનિક સુવિધા સાથે નું આ ગુજરાત સદન 18 માસ માં તૈયાર થશે.