સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ ના શ્રેષ્ઠીયો દ્વારા મહાવીર જન્મ જયંતિ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. તથા તેમના માં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મડયો હતો. કારણ કે રાજકોટ ના જ વતની અને જૈન સમાજ સાથે જોડાયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રભાત ફેરી માં ભાગ લીધો હતો.
https://www.youtube.com/watch?v=KP13T2yM5Kg&feature=youtu.be
આ પ્રસંગે વિજયભાઈ રૂપાણી એ જણાવ્યુ હતું કે “ગૌ હત્યા અંગે નો જે કાયદો બનાવમાં આવ્યો છે તે ખૂબ જ કઠિન છે પરંતુ આ કાયદા થી ગૌ હત્યા સાથે સંકડાયેલા કોઈ પણ વ્યક્તિ હવે બચી નહીં શકે. વધુ માં તેઓ એ જણાવતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાથી સમસ્ત જૈન સમજો દ્વારા તેમને આમંત્રણ પાઠવવામા આવ્યું હતું.” પરંતુ રાજકોટ ના વતની હોવાના કારણે તેઓ મહાવીર જન્મ જયંતિ ની ઉજવણી રાજકોટ ખાતે ઉજવશે અને જૈન સમાજ દ્વારા યોજનારી ધર્મ સભા માં પણ તેઓ તેમની અધ્યક્ષ પદે હાજરી આપશે.
અંત માં તેઓએ જણાવ્યુ હતું કે “સોશિયલ મીડિયા માં જે રીતે કોંગ્રેસ ના આગેવાનો ભાજપ માં જોડાવાની વાત સામે આવી રહી છે તે જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાત અને સમગ્ર ભારત ની જનતા કોંગ્રેસ ને ઓળખી ગઈ છે અને કોંગ્રેસે પણ માની લીધું છે કે તેની નાવડી હવે ડૂબવામાં છે.“