સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા
લોકસભાની ચુંટણીની તૈયારીને લઈને રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવેલ જેમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ સરકારની યોજના અને લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાની કામગીરીની વિસ્તૃત માહિતી આપેલ અને ભારતીય જનતા પક્ષના લોકલાડીલા ઉમેદવાર મોહનભાઈને જંગી બહુમતીથી જીતાડવા કાર્યકરોને આહવાન કરેલ તેમજ ગઈ લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી રહી ચુકેલ મોહનભાઈએ ૨૦૧૯ના રીપીટ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ચુંટી કાઢવા માટે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રમાં ફરી બહુમતીથી સરકાર બને તેના માટે કાર્યકરોને કામે લાગી જવા જણાવેલ તો તાલુકા ભાજપ લોધીકાના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહનભાઈની લોધીકા તાલુકામાંથી ૨૦૧૪થી પણ વધુ લીડથી વિજય બનાવવા કોલ આપેલ.
આ સંમેલનમાં રા.લો.સંઘના વા.ચેરમેન મનસુખભાઈ સરધારા, ભાજપ અગ્રણી મોહનભાઈ દાફડા, હરભમભાઈ કુગશીયા, વિપુલભાઈ, દિગુભા જાડેજા, લક્ષ્મણસિંહ જાડેજા, લાખાભાઈ ચોવટીયા, વેલુભા જાડેજા, ઉમેશભાઈ પાંભર, મીલનભાઈ કથીરીયા, જેન્તીભાઈ, ભીખુભાઈ ડાંગર, ગોવિંદસિંહ ગોહિલ, વનરાજસિંહ ડાભી, અભેસંગ ખેરડિયા, ભીખુભા ડાભી, અશોકસિંહ ખરેડિયા, બિંદુભા જાડેજા, ભીખુભા જાડેજા, છગનભાઈ મોરડ, માવજીભાઈ સાગઠિયા, કનકસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, મોહનભાઈ ખુંટ તેમજ લોધીકા તાલુકાના ૩૮ ગામના તમામ ભાજપ કાર્યકરો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.