‘શ્રીરામ જય રામ’ અખંડ ધૂન ૧૩૦૦ દિવસ પૂર્ણ; સોમવારથી ૧૩ દિવસ રાત્રે ભવ્ય મંગલ કાર્યક્રમો; કાર્યકર્તાઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિરે શ્રીરામ જયરાજ અખંડ ધૂનને ૧૩૦૦ દિવસ પૂર્ણ થતા હોય ત્યારે આ અવસરે સોમવારથી ૧૩ દિવસ સુધી પ્રેમ પરિવાર તેમજ શહેરની ધર્મપ્રિય જનતા માટે વિજય મંત્ર વિજયોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સવમાં તા.૧૧ થી ૨૩ સુધી દરરોજ રાત્રે ૧૦ થી ૧ દરમ્યાન અલગ અલગ ગાયકો દ્વારા વિશેષ સમુહ સંકિર્તન રસપાન કરાવવામાં આવશે. ઉત્સવ દરમ્યાન વિવિધ વેશભૂષા સાથે વિવિધ દર્શનની ઝાંખી તેમજ મહારાસના દર્શન થો તા.૨૪મીએ સવારે ૧૩ કુંડી વિષ્ણુ મહાયાગનું આયોજન કરવામા આવ્યું છે.
અખંડ હરિનામ સંકિર્તન મંદિર, પ્રેમભિક્ષુજી માર્ગ, કાલાવડ રોડ ખાતે છેલ્લા ૩૬ વર્ષથી અખંડ ધૂન ચાલી રહી છે.
આ ઉપરાંત સદગુરૂદેવ પ્રેમભિક્ષુજી મહારાજની ૫૦મી પૂણ્યતીથી ‘સૂવર્ણ મહોત્સવ’ રાજકોટ કેન્દ્ર દ્વારા તા.૧૧.૪.૨૦૨૦ થી તા.૧૪.૪.૨૦૨૦ સુધી હરિદ્વાર તીર્થધામ ખાતે ભવ્ય રીતે ઉજવાશે.
વિજય મંત્ર વિજયોત્સવની ઉજવણી માટે કાર્યકર્તાઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ ઉપરાંત ટ્રસ્ટી મંડળમાં ગોવિંદભાઈ ભાતેલીયા, હરૂભાઈ નથવાણી, હસુભાઈ ભગદેવ, રાજુભાઈ દાવડા, હર્ષદભાઈ ગોહેલ, દિનેશભાઈ રાયચૂરા, અનીલભાઈ ભાયાણી, ચંદુભાઈ પરચાણી વગેરેનો સહયોગ પ્રાપ્ત થાય છે.