સરપંચો લોકોના સિધા સંપર્કમાં આવી સુરક્ષા સેવા અર્થે સતત કાર્યરત રહેતા હોય છે

ગ્રામ્ય કક્ષાએ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ એવા સરપંચ પરિવારને વિમા કવચ પુરુ પાડવા રાજકોટ ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ વિજયભાઇ કોરાટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. સરપંચો લોકોના સીધા સંપર્કમાં આવી સુરક્ષા સેવા અર્થે સતત કાર્યરત રહેતા હોય છે વિજયભાઇ કોરાટના જણાવ્યા મુજબ આ મહામારીના સંકટ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની એક હાકલ થી સમગ્ર ગ્રામ્ય વિસ્તારોને સુરક્ષિત રાખવાના અભિગમને સાકાર કરવા ના તમામ પ્રયત્નોના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઘણા બધા સરપંચો દ્વારા અન્નક્ષેત્ર સેવા યજ્ઞ ચાલુ કરી તમામ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવાની જે વ્યવસ્થા કરેલ છે તે સર્વેને ધન્યવાદ છે. સાથો સાથ ગ્રામજનોની સુરક્ષાની ચિંતા કરતા સરપંચો દ્વારા માસ્ક અને સેનેટરાઈઝર વિતરણ, ગામ મા દવા છંટકાવ કરી સેનેટાઈઝીંગ અને ફોગીંગ ની કામગીરી કરી સ્વયંસેવક નિમણૂક કરી લોકડાઉનનું જડબેસલાક પાલન કરાવવાની અહમ ભૂમિકા નિભાવે છે તદુપરાંત સરકારની તમામ યોજનાઓ જેવી કે અન્નબ્રહ્મ અનાજ વિતરણ વ્યવસ્થા જરૂરિયાત મંદોને સ્વખર્ચે કિટ મજૂરોને તેમના વતન સુધી પહોંચતા કરવા સુરક્ષા હેતુ સબબ પોલીસ અને આરોગ્ય તંત્ર સાથે ખભેખભો મિલાવી મુખ્ય મંત્રીની હાકલનું બિડુ ઉપાડી ઉત્તમ સેવા અને વહીવટી કુશળતા નું ઉમદા ઉદાહરણ પૂરુ પાડેલ છે જેથી આજે મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર કોરોના સામે સુરક્ષિત છે

આ તમામ સેવા કાર્યો દરમિયાન સરપંચે લોકોના સીધા સંપર્કમાં આવતા હોય અને કોરોનાવાયરસ નું સંક્રમણ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોવા છતાં લોકોને સુરક્ષિત રાખવા નિસ્વાર્થ ભાવે પોતાની કે પોતાના કુટુંબની પરવા કર્યા વગર ગ્રામ્ય કક્ષાના સાચા કોરોના વોરિયર્સ તરીકે એક સૈનિક યોદ્ધાની માફક લડે છે તેવા સંજોગોમાં તમામ સરપંચો ને પણ કોરોના યોદ્ધા ગણી તેના પરિવાર ની સુરક્ષા હેતુ વીમા કવચ પૂરું પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના યુદ્ધના ગ્રામ્ય કક્ષાના આ અહમ ભૂમિકા ભજવતા યોદ્ધાની સુરક્ષા અંગે અંગત લક્ષ લઈ રજૂઆતો  સંતોષશે તેવી આશા અને અપેક્ષા સહ સુરક્ષિત ગુજરાત માટે સદાય પ્રયત્નશીલ એવા વિજયભાઈ રૂપાણીના સર્વોત્તમ માર્ગદર્શન અને પ્રયાસો બદલ રાજકોટ જિલ્લા સરપંચ એસોસિયેશન ધન્યવાદની લાગણી અનુભવે છે તેમ રાજકોટ જિલ્લા સરપંચ એસોસિયેશન પ્રમુખ વિજયભાઈ કોરાટની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.