ઇલાઇટ ગૃપ-ડીની યજમાની સૌરાષ્ટ્ર કરશે: ખંઢેરી સ્ટેડીયમના એ અને સી
તથા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 8 થી 14 સુધી જામશે ક્રિકેટ જંગ
અબતક-રાજકોટ
બીસીસીઆઇની વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટ-2021-22નો આગામી બુધવારથી આરંભ થઇ રહ્યો છે. જેમાં ઇલાઇટ ગ્રુપ સીમાં સામેલ સૌરાષ્ટ્રની ટીમ, ઝારખંડ, દિલ્હી, હૈદરાબાદ, હરિયાળા અને ઉત્તર પ્રદેશ સામે અલગ-અલગ પાંચ મેચો રમશે. ઇલાઇટ ગુપ-ડીની 15 મેચની યજમાની સૌરાષ્ટ્ર કરશે. જેમાં 8 થી 14 ડિસેમ્બર દરમિયાન ખંઢેરી સ્ટેડિયમના એ અને સી ગ્રાઉન્ડ તથા માધવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 15 મેચો રમાશે.
વિજય હઝારે ટ્રોફ વન-ડે ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર પોતાનો પ્રથમ મેચ 8મીએ ઉત્તર પ્રદેશ સામે, 9મીએ હરિયાળા સામે, 11મીએ હૈદરાબાદ સામે, 12મીએ ઝારખંડ સામે અને 13મીએ દિલ્હી સામે રમશે.
ઇલાઇટ ગૃપ ડીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરેલા, છતીસગઢ, ચંદીગઢ અને ઉત્તરાખંડ વચ્ચે મેચો રમાશે. જેની યજમાની સૌરાષ્ટ્ર કરશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ એ, ગ્રાઉન્ડ સી ઉપરાંત રેસકોર્ષ સ્થિત માધવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ટ ખાતે 15 મેચો રમાશે. જેમાં 8મીએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે, છતીસગઢ અને ઉત્તરાખંડ વચ્ચે, કેરેલા અને ચંદીગઢ વચ્ચે, 9મી છતીસગઢ અને મહારાષ્ટ્ર વચ્ચે, કેરેલા અને મધ્યપ્રદેશ વચ્ચે, ચંદીગઢ અને ઉત્તરાખંડ વચ્ચે, 11મીએ છતીસગઢ અને ચંદીગઢ વચ્ચે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે, કેરેલા અને મહારાષ્ટ્ર વચ્ચે, 12મીએ મધ્યપ્રદેશ અને ચંદીગઢ વચ્ચે, છત્તીસગઢ અને કેરેલા વચ્ચે, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ વચ્ચે, 14મીએ કેરેલા અને ઉત્તરાખંડ વચ્ચે, મહારાષ્ટ્ર અને ચંદીગઢ વચ્ચે તથા છતીસગઢ અને મધ્યપ્રદેશ વચ્ચે મેચ રમાશે.
સૌરાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હૈદરાબાદ, ઝારખંડ અને દિલ્હી સામે વન-ડે મેચ રમશે]