ત્રિપુરા અને વિદર્ભે વચ્ચેની મેચમાં વિજેતા બનનાર ટીમ સામે ર1મીએ જયપુરમાં નોક આઉટ મેચ રમશે
બીસીસીઆઇની વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટ 2021/22 ના એમીટ ગ્રુપ સી ના તમામ પાંચેય લીગ મેચ જીત સૌરાષ્ટ્રની ટીમે વટભેર નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. આગામી ર1મીના રોજ સૌરાષ્ટ્ર જયપુર ખાતે ત્રિપુરા કે વિદર્ભ માંથી વિજેતા બનનારી ટીમ સામે ટકરાશે. ગઇકાલે રમાયેલા અંતિમ લીગ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે દિલ્હીની ટીમને ચાર વિકેટે પરાજય આપ્યો હતો.
મોહાલી ખાતે ગઇકાલે રમાયેલા વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટના એબીટ-ગ્રુપ સી ના અંતિમ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની ટીમે આઠ વિકેટો ગુમાવી નિર્ધારિત 50 ઓવરના અંતે ર01 રન બનાવ્યા હતા. દિલ્હી વતી અનુજ રાવને સાર્વધિક 4પ રન અને પ્રદિપ સાંગવાને 34 રન ફટકાર્યા હતા. જોન્ટી સિંધુએ 3ર રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્ર વતી સુકાની જયદેવ ઉનડકટે અને ચેતન સાકરીયાએ બબ્બે વિકેટો ખેડવી હતી. જયારે ચિરાગ જાની, પ્રેરક માંકડ, યુવરાજસિંહ ચુડાસમા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક એક વિકેટ ખેડવી હતી.
202 રનના વિજયી લક્ષ્યાંક સાથે મેદાનમાં પડેલી સૌરાષ્ટ્રની ટીમે એક તબકકે પ3 રનમાં મહત્વપૂર્ણ ચાર વિકેટો ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ પ્રેરક માંકડે બાજી સંભાળી લીધી હતી. પ્રેરકે 63 બોલમાં ર સિકસર અને 10 ચોગ્ગાની મદદથી 73 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સમર્થ વ્યાસે પર રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્ર છ વિકેટ ગુમાવી ર04 રન બનાવી લેતા ચાર વિકેટે વિજય થયો હતો લીગ રાઉન્ડીમાં આ સૌરાષ્ટ્રનો સતત પાંચમો વિજય હતો પોઇન્ટ ટેબલમાં ર0 પોઇન્ટ સાથે ટોપ પર છે અને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.
આ પહેલા સૌરાષ્ટ્રે ઝારખંડ, હૈદરાબાદ, હરિયાણા અને ઉત્તર પ્રદેશને પણ પરાજય આપ્યો હતો.
ત્રિપુરા અને વિદર્ભ વચ્ચેના મેચમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ આગામી ર1મીએ જયપુર ખાતે રમાનારા નોક આઉટ મેચમાં સૌરાષ્ટ્ર સામે ટકારશે લીગ મેચમાં હાર્દિક દેસાઇ, પ્રેરક માંકડ, ચિરાગ જાનીનું પ્રદર્શન ખુબ જ સારુ રહેવા પામ્યું હતું. દરમિયાન ગઇકાલે રાજકોટ ખાતે રમાયેલી અલગ અલગ ત્રણ મેચમાં કેરાલાએ ઉતરાખંડને પાંચ વિકેટે મહારાષ્ટ્રે ચંદીગઢને પાંચ વિકેટે અને મઘ્યપ્રદેશ છતીસગઢને 3 રને પરાજય આપ્યો હતો.
રાજકોટમાં 1પ મેચમાં 7946 રન બન્યા 19 સદી અને 36 અર્ધીસદી
વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટના એલીટ ગ્રુપ ડીની યજમાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા કરવામાં આવી હતી. એસસીએના બે ગ્રાઉન્ડ અને માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે અલગ અલગ છ ટીમો વચ્ચે કુલ 1પ મેચો રમાઇ હતી. જેમાં કુલ 7946 રન બન્યા હતા. બેટસમેનોએ 19 સદી અને 36 અર્ધીસદી ફટકારી હતી. આઇપીએલ સ્ટાર ઋતુરાજ ગાયકવાડે ચાર સદી ફટકારી નવો જ કીર્તીમાન સ્થાપીત કર્યો છે. એસસીએના ગ્રાઉન્ડ એ ઉપર સૌથી વધુ ર875 રન બન્યા હતા અહીં બેટસમેનોએ 9 સદી અને 11 અર્ધી સદી ફટકારી હતી. ગ્રાઉન્ડ બી ઉપર રમાયેલી મેઓમાં 2696 રન બન્યા હતા. જેમાં બેટસમેનોએ 7 સદી અને 13 અર્ધી સદી ફટકારી હતી. જયારે રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં કુલ ર37પ રન બન્યા હતા. બેટસમેનોએ 3 સદી અને 1ર અર્ધીસદી ફટકારી હતી.