કોલકતાના સોલરલેક જેયુ સેક્ધડ કેમ્પસ ખાતે રમાયેલા વિજય હઝારે ટ્રોફી ૨૦૨૦-૨૧ ના મેચમાં જમ્મુ-કાશ્મીર સામે સૌરાષ્ટ્રનો વિજય થયો હતો. સૌરાષ્ટ્રને ચાર પોઇન્ટ મળ્યા છે.સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી દાવ આપવાનું નકકી કયુૃ હતું. જેએન્ડ કેએ પ૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૨૭૯ રન કર્યા હતા. શુભમ ખજુરીયાએ ૭૮ દડામાં ૬ ચોકકા અને એક છગ્ગા સાથે ૬૮ રન કર્યા હતા. વિવ્રંત શર્માએ ૮ર દડામાં ૯ ચોકકા સાથે ૬૬ રન કર્યા હતા. આબીદ મુસ્તકે ૩૭ દડામાં ૪ ચોકકા અને ૩ છગ્ગા સાથે નોટઆઉટ પ૦ રન કર્યા હતા.ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૧૦ ઓવરમાં પ૦ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયાએ ૧૦ ઓવરમાં ૬૪ રન આપતા ૩ વિકેટ લીધી હતી. કમલેશ મકવાણાએ પાંચ ઓવરમાં બે વિકેટ લીધી હતી.૨૮૦ રન બનાવવાના લક્ષ્ય સાથે સૌરાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરી હતી. અને ૪૯.૧ ઓવરમાં ૭ વિકેટ ૨૮૩ રન બનાવી વિજય મેળવ્યો હતો. ચિરાગ જાનીએ ૭૯ દડામાં ૭ ચોકકા અને ૩ છગ્ગા સાથે ૯૩ રન બનાવ્યા હતા. અર્પિત વસાવડાએ ૮૮ દડામાં ૬ ચોકકા સાથે ૬૬ રન બનાવ્યા હતા. વિશ્ર્વરાજસિંહ જાડેજાએ ૬૭ દડામાં ૪ ચોકકા અને એક છગ્ગા સાથે ૪૮ રન કર્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૪૦ રન કર્યા હતા.
રામ દયાલ, મુઝતુબા યુનુસ, વિવ્રંત શર્માએ બે બે વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રનો ૩ વિકેટે વિજય થયો હતો. અને ચાર પોઇન્ટ મેળવ્યા હતા.