મહારાષ્ટ્રની ટીમને 32 2ને પરાજય આપી ચાર પોઈન્ટ મેળવ્યા ચિરાગ જાનીની પાંચ વિકેટો

બીસીસીઆઈની વિજય હઝારે વનડે ટુર્નામેન્ટનો ગઈકાલથી આરંભ થયો છે. પંજાબના મોહાલી સ્ટેડિયમ ખાતે રમાયેલા ઈલાઈટ ગ્રુપ-સીના પ્રથમ મેચના સૌરાષ્ટ્રની ટીમે ઉતર પ્રદેશની ટીમને 32રને પરાજય આપી ટુર્નામેન્ટમાં વિજય સાથે શ્રીગણેશ કર્યા છે.

223 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી હાર્વિક દેસાઈએ 89 બોલમાં 7 ચોગ્ગાની મદદથી પર રન બનાવ્યા હતા જયારે સુકાની જયદેવ ઉનડકટે 36 બોલમાં બે ચોગ્ગા અને બે સિકકસરની મદદથી 33 રન બનાવ્યા હતા. સમર્થ વ્યાસે 33 ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 31 અને ચેતન સાકરીયાએ 25 રન બનાવ્યા હતા. યુપી વતીશિવમ માવીએ 26 રન આપી ચાર વિકેટ ખેડવી હતી. જયારે યશ દલાલે 3 વિકેટ અને મોહસીન ખાને બે વિકેટો ખેડવી હતી.

224 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ઉત્તર પ્રદેશની ટીમ સૌરાષ્ટ્રના બોલરોની આગ ઝરતી બોલીંગનો સામનો કરી શકી નહતી ચિરાગ જાનીએ તરખાટ મચાવ્યો હતો. તેને 9.1 ઓવરમાં 35 રન આપી પાંચ વિકેટો ખેડવી હતી. આ ઉપરાંત સુકાની જયદેવ ઉનડકટે ચેતન સાકરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ ચુડાસમાએ એક અકે વિકેટો યોજી હતી. ઉતર પ્રદેશ વતી રિતુસિંહે 65 રન, અલમાસ સૌકતે 51 રન ફટકાર્યા હતા. આજે સૌરાષ્ટ્ર બીજો મેચ રમશે પ્રથમ મેચમાં સૌરાષ્ટ્રે ઉતર પ્રદેશને 32 રને પરાજય આપી ચાર પોઈન્ટ મેળવી લીધા છે.

દરમિયાન ઈલાઈટ ગ્રુપ ડીની યજમાની સૌરાષ્ટ્ર કરી રહ્યું છે. ગઈકાલે રાજકોટ ખાતે ત્રણ મેચ રમાય હતી જેમાં મહારાષ્ટ્રની ટીમે મધ્યપ્રદેશને પાંચ વિકેટે, છત્તીસગઢની ટીમે ઉતરાખંડને 21 રને અને કેરેલાની ટીમે ચંદીગઢની ટીમને 6 વિકેટે પરાજય આપ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.