ફિનિકસ પક્ષીની જેમ સફળતાના આયામો સર કરતી
વિજય કોમર્શિયલ કોપરેટીવ બેંકની સાતમી શાખા શાસ્ત્રોકત પૂજન સાથે કાર્યરત થઈ
ટૂંક સમયમાં બેંકની મોબાઈલ એપ ઉપર આરટીજીએસ એનઈએફટી સુવિધાતી ભરપુર
ગત વર્ષે બેંકે વેરાવળ શાપર ખાતે નવી શાખા શરૂ કરી હતી, બે વર્ષમાં બે નવી શાખા ખોલીને વિજય બેંકે પ્રગતિના પંથે હરણફાળ ભરી
- મેટોડા બ્રાન્ચ ખાતે ગ્રાહકોને લોકર સુવિધા આપવામાં આવશે
- એકમાત્ર કો ઓપરેટિવ બેંક કે જે સોલાર ઉર્જાનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે ઓછા વ્યાજે લોન આપે છે
- મોબાઈલ એપ્લિકેશન મારફતે આરટીજીએસ અને એનઇએફટી સુવિધાઓ આપવામાં આવશે.
- ફિક્સ અને રીકરીંગ ડિપોઝીટ પર આકર્ષક વ્યાજદર આપવામાં આવે છે.
- નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પણ વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક ધીરાણ આપવા માટે અવ્વલ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ફાઈનાન્સિયલ સાઉન્ડ અને વેલ મેનેજ બેંકની શ્રેણીમાં આવતી વિજય બેંક ને દોઢ વરસના ટૂંકા ગાળામાં બે નવી શાખા ખોલવા માટે મંજૂરી મળી છે તે બેંકની મજબૂતી અને ડાયનેમિક મેનેજમેન્ટ નું પરિણામ છે.
રાજકોટમાં છેલ્લા 47 વર્ષથી કાર્યરત એવી આપણી બેંક રાજકોટની પ્રજાના પ્રેમ, વિશ્વાસ અને સહકાર થી સમૃદ્ધ છે. બેંકના ચેરમેન ગોપાલભાઈ માકડીયા તથા વાઇસ ચેરમેન દિપકભાઈ પટેલ વિશેષમાં જણાવે છે કે સમસ્ત બોર્ડ ઓફ ડિરેક્ટરની દીર્ઘદ્રષ્ટિથી બેંકે વિકાસના રસ્તે અગ્રેસર બની છે.
આજરોજ બેંકના વાઇસ ચેરમેન દિપકભાઈ પટેલ ના હસ્તે શાસ્ત્રોકત પૂજન થી મેટોડા શાખાને કાર્યરત કરતા સમયે બેંકના સીઈઓ દર્શનભાઈ મિસ્ત્રીએ મેટોડા ના ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા મેટોડા ગ્રામજનોને બેંકની સારામાં સારી સુવિધા નો તથા બેંક નિ વિવિધ સ્કીમ નો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું
બેંકના ચેરમેન ગોપાલભાઈ માકડીયા, વાઇસ ચેરમેન દિપકભાઈ પટેલ, બેંકના સીઈઓ દર્શનભાઈ મિસ્ત્રી તથા બેંકના ડિરેક્ટરો મુકેશભાઈ દોશી, નિકુંજભાઈ ધોળકિયા, તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો રસિકભાઈ વડાલીયા, તેજસભાઈ સોઢા તથા મૌલિકભાઈ ધામેચા ખાસ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની ગરિમા વધારી. આ પ્રસંગે વિજય બેંક ની બેન્કિંગ સેવાઓ મા વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતાં ટૂંક સમયમાં જ બેંક ની મોબાઈલ એપ ઉપર આરટીજીએસ એનઈએફટી ની સુવિધા પણ મળી શકશે. આધુનિક સુવિધા સંપન્ન બેન્કિંગનો લાભ વિજય બેંક ના ગ્રાહકો ને સંતોષ પૂર્ણ અને સરળ બેન્કિંગ નો અનુભવ થાય છે.