શોભાયાત્રાના રૂટની સમયપત્રકની જાહેરાત, યાત્રા કેટલા વાગે કયાં ભાવિકોની રહેશે સરળતા
વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા છેલ્લા 3પ વર્ષથી જેનું સફળતાપૂર્વક ભવ્ય રીતે અવિરત આયોજન કરવામાં આવે છે તેવી દેશની સૌથી મોટી અને આ 36માં વર્ષની ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનો રૂટ જાહેર ર્ક્યા બાદ વિ.હિ.પ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આ રૂટના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. આ સમયપત્રક જાહેર કરવાનો હેતુ એ છે કે દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટી પડતા નગરજનોને આ શોભાયાત્રા પોતાના વિસ્તારમાં ક્યાં સમયે પહોંચવાની છે તેની જાણકારી રહે અને મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રાના દર્શનનો લાભ લઈ શકે.
આ શોભાયાત્રા જન્માષ્ટમીના દિવસે મવડી ચોકડી ખાતે સવારે 9-00 કલાકે ધર્મસભા પૂર્ણ થયા બાદ પ્રસ્થાન કરશે. દર વર્ષે આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ રીતે સંસ્થા, ગ્રુપ, મંડળના આગેવાનો, કાર્યકરો જોડાય છે. આખી શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર સંસ્થાઓ દ્વારા પાણી, શરબત, દુધકોલ્ડ્રીંક્સ, કુલ્ફી, ફળાઆહાર, નાસ્તો વિગેરેનું પણ વિતરણ કરવામાં આવે છે.
ધર્મયાત્રા (રથયાત્રા) રૂટ – ર0રર નું સમયપત્રક
સમય રૂટની વિગત
8-00 ધર્મસભા
9-00 ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી
9-30 રૈયા સર્કલ
9-40 હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ
9-પપ કિશાનપરા ચોક
10-1પ જિલ્લા પંચાયત ચોક
10-રપ ફુલછાબ ચોક
10-40 હરીહર ચોક
11-00 પંચનાથ મંદિર રોડ, લીમડા ચોક, ભાવનગરનો ઉતારો
એસ.બી.એસ. બેંકની બાજુમાં
11-0પ ત્રિકોણબાગ થી
11-1પ ગેસ્ફોર્ડ ટોકીઝ થી
11-રપ માલવીયા ચોક થી
11-3પ લોધાવાડ ચોક થી
11-પ0 ગોંડલ રોડ, મકકમ ચોક, 80 ફુટ રોડ, પાસપોર્ટ ઓફીસ
11-પપ નાગરીક બેંક ચોક, ધારેશ્ર્વર મંદિર, ભક્તિનગર સર્કલ
1ર-00 સોરઠીયાવાડી ચોક
1ર-1પ કેવડાવાળી મેઈન રોડ
1ર-રપ બોમ્બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક
1ર-40 રામનાથપરા જેલ ચોક, બી-ડીવીઝન પોલસ સ્ટેશન થઈ
1ર-પ0 ચુનારાવાળ મેઈન રોડ
1-1પ ચંપકનગર
1-રપ સંતકબીર રોડ
1-40 કે.ડી. કોમ્પલેક્ષ્ા ચોક
1-પ0 ગોંવિદબાગ શાકમાર્કેટ
ર-00 બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન
એક નવીનતમ આયોજન રૂપે ગત તા. 16 ના રોજ મવડી ચોકડી ખાતેથી શરૂ કરીને સમગ્ર શોભાયાત્રાના રૂટ ઉપર એક આમંત્રણ રેલીનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં અનેક બાઈક, ફોર-વ્હીલ વાહનો સાથે શહેરના સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર આ રેલી ફરીવળી હતી. જેમાં સમગ્ર હિન્દુ સમાજને આ શોભાયાત્રામાં પધારવા માટેનું આમંત્રણ અને આહવાન કરવામાં આવ્યું હતું. જેનો પણ ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. આજરોજ આ શોભાયાત્રાના રૂટ પર ક્યાં સમયે આ શોભાયાત્રા ક્યાં પહોંચશે તેની વિગત જાહેર કરવામાં આવી હતી.
વિ.હિ.પ. ના જન્માષ્ટમી શોભાયાત્રા ર0રર ના ધર્માધ્યક્ષ્ા શ્રી નરેન્દ્ર બાપુ, માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ
રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અધ્યક્ષ્ા ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી રાહુલભાઈ જાની, સુશીલભાઈ પાંભર, કોષાધ્યક્ષ્ા વિનુભાઈ ટીલાવત, કાર્યાલય મંત્રી નાનજીભાઈ શાખ તથા સહમંત્રી જગદીશભાઈ અગ્રાવત વિગેરે એ આહવાન ર્ક્યુ છે તેમ પારસભાઈ શેઠની યાદીમાં જણાવવામાં આવ્યું છે.