ડીજીપી અનીલ પ્રથમ સોશિયલ મીડિયા પર આપશે પ્રવચન ચમત્કારનો પર્દાફાશના 99 એપીસોડમાં સત્યઘટનાઓનું થશે ફિલ્માંકન
ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્યલ મિડીયાની મદદથી લોકોમાં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને ફગાવવા માટે યુટયુબ ઉપર શોર્ટ ટેલી ફિલ્મમાં સત્ય ઘટના આધારીત કથાવસ્તુ રાખી તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ સાથે ભાગ લીધેલા તમામ કલાકારોનું ભવ્યાતીત સન્માન કરવામાં આવશે.
આવતીકાલે 24 મી સપ્ટેમ્બર શનિવાર સાંજે સાત કલાકે ગિરીરાજ રેસ્ટોરન્ટ, તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં, કાલાવડ રોડ ખાતે પાર્ટી હોલમાં રાજકોટ ખાતે રાજયના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમ આઈ.પી.એસ. ડી.જી.પી. ના હસ્તે ટેલી ફિલ્મનો ઉદ્દઘાટન સમારોહ સાથે યુટયુબ ઉપર લાઈવ લોન્ચીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાંત્રિક બાબા હુઆ બેનકાબને વેબ સિરીઝમાં મુકવામાં આવશે.99 એપિસોડ સત્ય ઘટના આધારિત કથાવસ્તુ મુકવામાં આવશે. જેમાં ઉગતા કલાકારોને તક આપવામાં આવશે. શાળા-મહાશાળામાં સ્પર્ધાઓ નાટય ક્ષેત્રે કામગીરીને અગ્રતા આપી ટેલી ફિલ્મમાં પ્રવેશ આપવામાં આવશે.
રાજયના ડી.જી.પી. અનિલ પ્રથમ સોશ્યલ મિડીયા દ્વારા વૈજ્ઞાનિક માનસ, મિજાજ, વલણ સાથે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટેની ઉપયોગી માહિતી પ્રવચન દ્વારા અપાશે. જાથાની પ્રવૃત્તિને વેગ આપવા ખાસ હાજરી આપવાના છે. રાજયમાં પોલીસ ખાતામાં બેનમુન કામગીરી, નિષ્ઠા, વફાદારી, કામ પ્રત્યેની સૂઝ, કાયદાકીય સાથે ગુના નિવારણમાં દિર્ઘદ્રષ્ટિ પોતાની આગવી ઓળખ છે. તાંત્રિક બાબા હુઆ બેનકાબ વેબ સિરીઝમાં ઉત્કૃષ્ઠ કલાકાર તરીકે બા’ ની ભૂમિકામાં ચંદ્રિકા ચંદ્રપાલ, વહુ નિ:સંતાન પાત્રમાં ભકિત જે. રાજગોર, નિલેશના પાત્રમાં કૌશિક શાહ, તાંત્રિક બાબા-ભુવાના પાત્રમાં મયંક કોટક, નમ્રતાબેન હસમુખભાઈ, ભાનુબેન ગોહિલ, હિના કોટક, ભુવાનો ચેલો અંકલેશ ગોહિલ, બાબાને ગિરફતાર કરવા માટે પી.એસ.આઈ. ના પાત્રમાં ગુલાબસિંહ ચૌહાણ, નિર્મળ મૈત્રા, નિર્ભય જોશી, લેડી પોલીસમાં રાધિકા ચિરાગભાઈ, કેમેરામેન વિપુલગીરી ગોસ્વામી, પ્રોડયુસર રોમિત વી. રાજદેવ, મુખ્ય પ્રસ્તુતકર્તા જાથાના જયંત પંડયા, સહયોગી કિશોર હાપલીયા, દિનેશ હુંબલ વિગેરે શોર્ટ ટેલી ફિલ્મમાં આબેહુબ જોવા મળશે. ઉપરાંત તમામ કલાકારો-સહયોગીઓનું ભવ્યાતીત સન્માન થવાનું છે. ડી.જી.પી. અનિલ પ્રથમ સાથે ગૌરવશાળી પ્રમાણપત્રમોમેન્ટો, ગ્રુપ ફોટાનું આયોજન છે.
હવે પછી રાપરમાં બનેલી ઘટના એક સાથે ઘરના સાત વ્યકિતને ઉકળતા તેલમાં હાથ બોળાવી સતના પારખા કરાવવામાં આવ્યા હતા. તમામ અસહ્ય પીડા સાથે દાજી ગયા હતા. માતાજીના મઢે સતના પારખા થયા હતા. સાત નિર્દોષ પીડિતોને જે તે સમયે ન્યાય મળ્યો ન હતો. ત્યાર બાદ જાથાએ રૂબરૂ જઈ મુલાકાત કરી આખા પ્રકરણ વિશે સરકારી તંત્રને માહિતગાર કરેલ અને આ વિસ્તારમાં મોટી લોકચળવળ ઉભી થઈ હતી. તમામ આરોપીઓ જેલ હવાલે થયા હતા. આ કથાવસ્તુ ઉપર ટેલી ફિલ્મ બનાવવાશે
કાલે શનિવારના 24મીએ સાડા છ કલાકે ગિરીરાજ રેસ્ટોરેન્ટે જાથાનું આઈ કાર્ડ સાથે હાજર થવાનું મો. 98રપર 1 6 89 ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.