માર્ચ-૨૦૨૦ થી કોરોના મહામારીએ ભારતમાં પગપેસારો કર્યો, ૧૯૮૧ થી લાઇલાજ એઇડસ સામેનો અનુભવ સમગ્ર વિશ્વને કામ આવ્યો, એન્ટી રીટ્રોવાયરલ ડ્રગના સથેવારે પોઝિટીવમાંથી નેગેટીવ થવા લાગ્યા, એન્ટી બોડી બન્યા બાદ તેના પ્લાઝમાં દર્દીને ચડાવતા સકસેસ રેટ વધવા લાગ્યો.સાર્સ એચ.વન એચ.ટુ. જેવા વાયરસ સામે સમગ્ર વિશ્ર્વ લડાઇ લડીને માંડ સાંગોપાંગ ઉતર્યા ત્યાં જ કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્ર્વની અર્થ વ્યવસ્થાની કમર ભાંગી નાખી, મોટી ઉમરના અને અગાઉ બિમારીથી પિડાતા હોય અને કોરોનાનું ઇન્ફેકશન લાગતા તેનાં વધુ મૃત્યુ જોવા મળ્યા છે. મૃત્યુ પામેલાની ઉંમર મોટાભાગે ૬૦થી વધુ જોવા મળે છે.
જે લોકો તંદુરસ્ત છે, રોગ પ્રતિકારક શકિત જેની સારી છે એવા લોકોને બહુ વાંધો નથી આવતો, પણ થોડી બેદરકારી જાન લેવા થઇ શકે છે. માટે માસ્ક, સામાજીક અંતર, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું આવી તકેદારી હજી વર્ષના અંત સુધી ચાલશે, વાયરસ સામે એન્ટીબોડી બન્યા પછી કેટલો સમય શરીરમાં ટકી રહે છે તે ખુબ જ જરૂરી છે. એકાદ બે કેસમાં એપ્રીલમાં થયા બાદ ફરી આ ચાલુ માસમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે જે ગંભીર બાબત છે.
કોરોનાને કંટ્રોલ કરવા લોકડાઉન- અનલોક ના તબકકા, હર્ડ ઇમ્યુનીટી, પ્લાઝમાં થેરાપી જેવા વિવિધ ઉપાયો આપણે કર્યા જેમાં સારા પરિણામો મળ્યા છે. ટેસ્ટીંગનું પ્રમાણ વધે તેની સાથે નવા નવા વાયરસ ઇન્ફેકટેડ દર્દીઓ લક્ષણ સાથે કે લક્ષણ વગર આપણને જોવા મળે છે. વાયરસમાં મ્યુટેશન (ભિન્નતા) આવતા તે તેનું સ્વરૂપ બદલે છે. બીજી એ પણ વાત છે કે અમુક સમયે વાયરસ પોતે નબળો પડે છે. વાતાવરણની અસર સાથે પણ ઘણીવાર તેમાં બદલે છે. બીજી એ પણ વાત છે કે અમુક સમયે વાયરસ પોતે નબળો પડે છે. વાતાવરણની અસર સાથે પણ ઘણીવાર તેમાં બદલાવ જોવા મળે છે.સમગ્ર વિશ્ર્વ તેની સામેની રસી શોધવાના પ્રયોગોમાં અંતિમ તબકકાના પરીક્ષણમાં છે, ભારત પણ વિશ્ર્વની સાથે બહુ નજીકનાં દિવસોમાં રસી શોધી કાઢશે, અત્યારે તો ઘણા દેશો તેની રસી સફળના દાવા કરી રહ્યા છે. સાવચેતી એ જ સલામતિ રાખીને સૌએ પોત પોતાનો બચાવ કરવો ખુબ જ જરૂરી છે.