ઉતરાયણનો તહેવાર પૂર્ણ થાય ત્યારબાદ વીજળીના વાયર પર પતંગો લટકતી હોય છે ત્યારે ભાણવડમાં વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો દ્વાર પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષો અને થાંભલા પર લટકતા દોરાઓ અને પતંગ એકત્ર કરવામાં આવ્યા હતા.
ભાણવડના તમામ વિસ્તારોમાં વાસી ઉત્તરાયણના દિવસે વનવિભાગ તથા એનીમલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા થાંભલા પર તથા વૃક્ષો પર લટકતા પંતગ તથા દોરી એકત્ર કરવામાં આવી હતી અને જેમાં મોટા ભાગે ચાઈનીઝ દોરી જોવા મળી હતી.જે પક્ષીઓ અને માણસ માટે ખુબજ ઘાતક નીવડે. ત્યારે ખાસ વાહન દ્વારા આ દોરીઓ અને પતંગ એકત્ર કરાઇ હતી અને તેનો નાશ કરાયો હતો જેથી પક્ષીઓ કે માણસો માટે તે ઘાતક ન નીવડે.
વન વિભાગ અને એનિમલ લવર્સના સભ્યો દ્વારા લોકોને પણ આસપાસ દેખાતા દોરાઓ એકત્ર કરવા એપિલ કરાઈ રહી છે જેથી કોઈ જાનહાની ના થાય. આ અભિયાનને સફળ બનાવવા વન વિભાગના તમામ કર્મચારીઓ અને એનિમલ લવર્સ ગ્રુપના તમામ સભ્યો જોડાયા હતા.