રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ગુજકોટના મેનેજર અને નાફેડના જવાબદારો સામે કડક પગલાંથી કૌભાંડિયાઓ ફરતે ગાળીયો કસાયો
જેતપુર તાલુકાના પેઢલા ગામે થયેલ મગફળી કૌભાડમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાના ભત્રીજા સહિતના પકડાયેલ આરોપીઓના ઘરે રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડા પાડી કૌભાંડને લગતું સાહિત્ય ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગઇ તા.૩૧/૦૭/૨૦૧૮ ના જેતપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારના પેઢલા ગામના ગોડાઉનમાં મોટી ધણેજ ની સહકારી મંડળીએ ખરીદ કરેલ ફુલ ૩૧૦૦૦ મગફળીની ગુણી ર્કિ.રૂ. ૪,૫૭ ૨૫,૦૦૦/ ની મગફળીમાં મગકળીમાં ધુળ અને કાંકરી નીકળેલ છે, તેવી ફરીયાદી ગુજકોટના મેનેજર મગનભાઇ નાનજીભાઇ ઝાલાવાડીયા, રહે.તરઘડીવાળા ની ફરીયાદ આધારે જેતપુર તાલુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૪૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) તથા આવશ્યક ચિજ વસ્તુ ધારા કલમ ફ, ૭ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તેમજ સરકાર તરફથી મળેલ સુચના અનુસાર સીનિયર અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આ ગુન્હાની ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ અને આ ગુન્હામાં મોટી ધણેજ સેવા સહકારી મંડળી ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સભ્યો અને મંડળી સાથે જોડાયેલ અન્ય માણસો તથા નાફેડ અને ગુજકોટ ના અધિકારી તથા કર્મચારીઓ એમ મળી કુલ ૨૨ (બાવીસ) આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી તેઓના રીમાંડ મેળવવામાં આવ્યા હતા.
આ ગુન્હામાં આરોપીઓએ મગફળી ખરીદ કરેલ તેનો હિસાબ જે કોમ્પ્યુટરમાં રાખવામાં આવેલ તે કોમ્પથુટર તથા મંડળી ખાતે આ મગફળીની ખરીદી અંગેના હિસાબ લખવામા આવેલ હોય તે દસ્તાવેજો ગુમ કરેલ હોય જેથી રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ પૈકીના આરોપી (૧) જીગ્નેશભાઇ ત્રિભોવનભાઇ ઉજટીયા રહે. ભુત કોટડા વાળાના ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે આવેલ રહેણાંક મકાને તથા વાઘજીભાઈ બોડાના ભત્રીજા એવા આરોપી (ર) રોહિતભાઇ લક્ષ્મણભાઇ બોડા રહે. લખઘીરગઢ વાળાના ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલ રહેણાંક મકાને જેમાં આ ગુન્હાને લગતા જરૂરી દસ્તાવેજો મળી આવતા જે કબ્જે કરવામાં આવેલ છે.
ઉપરાંત આ ગુન્હાના ફરીયાદીની પણ ગુન્હામાં સંડોવણી જણાતા તેઓને આરોપી તરીકે અટક કરેલ છે, તે આરોપી (૩) મગનભાઇ નાનજીભાઇ ઝાલાવડીયા, રહે.તરઘડી વાળાના પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલ રહેણાંક મકાને તથા ઓફિસમાં તથા તેઓની હોટલમાં દરોડા પાડી કાર્યવાહી ચાલુ છે. તેમજ તેઓના જેમાં આ ગુન્હાને લગતા જરૂરી દસ્તાવેજો મળી આવતા જે કબ્જે કરવામાં આવેલ હોવાનું રાજકોટ ગ્રામ્ય પોલીસે સતાવાર રીતે જાહેર કર્યું છે.