હિન્દી અને ઇંગ્લીશ ફિલ્મોને પણ ટકકર માટે નેવીફીલ્મ: દર્શકો ભરપેટ વખાણી
યુનો દ્વારા તાજેતરમાં જાહેર કરાયું હતું કે, આવતા પાંચ વર્ષમાં રપ ટકાથી વધુ લોકો માનસીક બીમારીથી પિડાતા હશે. ત્યારે મેન્ટલ હેલ્થ જેવા મુશ્કેલ વિષયને ખુબ જ સરળતાથી રજુ કરતી ગુજરાતી ફિલ્મ ‘ચિત્કાર’રીલીઝ થઇ ચુકી છે જેને દર્શકો ભરપેટ વખાણી રહ્યાં છે.
ફિલ્મ અંગે કલાકાર હિતેન કુમારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ દોઢ વર્ષથી મહેનત કરી રહ્યા હતા ચિત્કાર નામનો વિષય કયારેય જે નેશનલ પર કયારે કોઇ હિન્દી ફિલ્મમાં પણ જોવા નહી મળ્યો હોય તો એ કક્ષાની ઉત્તમ ફિલ્મ લઇને રાજકોટની મુલાકાત લીધેલ હતી. અને લોકોને ફિલ્મ વધુને વધુ ગમશે અને લોકો ‘ચિત્કાર’ ફિલ્મને કયારેય ભૂલી શકશે નહીં.
અભિનેત્રી સુજાતાએ કહ્યું હતું. આ ફિલ્મ એ એમનો ડ્રીમ પ્રોજેકટ છે. ઉપરાંત ખુબ જ ઓછા આર્ટિસ્ટ જે નાટકમાં રોલ કરતા હોય અને ફિલ્મમમાં પણ રોલ કરે તો તેઓને ખુબ જ ખુશી થઇ રાજકોટમાં તેઓએ પહેલા પણ નાટક કરેલા છે અને રાજકોટની પ્રજાએ ખુબ જ સારો રિસપોન્સ આપ્યો છે. તો રાજકોટની જનતાને એક રિકવેસ્ટ કરી કે ‘ચિત્કાર’ફિલ્મને પણ લોકો સારો રિસપોન્સ આપે અને હિન્દી, ઇગ્લીશ ફિલ્મ સાથે ગુજરાત ફિલ્મો જોવી જોઇએ.
ફિલ્મના પ્રોડયુસર લતેશ શાહ કે જે રાઇટર અને ડાયરેકટર છે ચિત્કા ફિલ્મના તેઓએ જણાવ્યું છે ચિત્કાર ફિલ્મ એ અલગ પ્રકારની ફિલ્મ છે. કારણ કે ચિત્કારનો વિષય જ અલગ અને આ ફિલ્મને વિશે યુનો એ ડિકલેર કર્યૂ છે. કે આવતા પાંચ વર્ષમાં ૨૫ ટકા થી વધુ લોકો ઓબ્નોર્મલ થશે અને મેન્ટલી ચેલેન્જ એકસેપ્ટ કરશે. ફિલ્મનો વિષ્યથા દરેક ભાષાઓમાં મંગાવવામાં આવ્યો છે તેમની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે આ ફિલ્મ વધુને વધુ લોકો જોેશે જ અને રાજકોટવાસીઓને ખાસ રીકવેસ્ટ કરી કે તેઓ જરુરથી ફિલ્મ ‘ચિત્કાર’જોવે કારણ કે ગુજરાતની કોઇપણ વસ્તુ ઉપડે છે તે રાજકોટથી ઉપડે છે તેમ જણાવ્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com