રાજયની અલગ અલગ ૧૭ ટીમોએ ભાગ લીધો
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ચાલી રહેલ રાજયકક્ષાની ગરબા સ્પર્ધાની કાલે ત્રીજો દિવસ હતો. ત્યારે ગુજરાત રાજયમાંથી અલગ અલગ ૧૭ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રાચીન રાસ:, અર્વાચીન રાસ તથા ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજયમાંથી ઘણી બધી ટીમો એ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. રાજયકક્ષાની આ રાસ ગરબા સ્પર્ધાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યકક્ષાની રાસગરબાની સ્પર્ધામાં આજે અંતિમ દિવસે પણ એકથી એક સુપર પર્ફોમન્સ રજૂ થશે.
અમારી વિજેતા બનવાની પુરેપુરી આશા: સંજનાબેન
સંજનાબેન (ઉતર બુનીયાદી ક્ધયા વિઘાલય તાપી) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અમે આ સ્પર્ધાને લઇ ઘણા સમયથી તૈયારીઓ કરીને છીએ. સતત ત્રણ વર્ષથી રાજકક્ષાના ગરબામાં ભાગ લઉ છું. આજનું અમારું પરફોરમન્સ ખુબ જ સરસ રહ્યું છે. આ વખતે અમારી નંબર આવે તેવી અમને પુરેપુરી આશા છે.
પરફોર્મન્સ દરમિયાન દર્શકો પણ તાલે ઝુમ્યા: અનુપા પંડયા
અનુપા પંડયા (પનઘટ ગાંધીનગર) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું મારા ગ્રુપ સાથે અહિં આવી છું. છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગરબા સ્પર્ધાઓમાં ભાગ લઇએ છીએ ગયા વર્ષ અમે વિજેતા થયા હતા. આ આપણી સંસ્કૃતિનું જતન આપણે નહિ કરીએ તો કોણ કરશે? એ અમારા ગ્રુપનો વિચાર છે. અમે અમારા ગુરુની પગ દંડી પર ચાલીએ છીએ. રાજકોટનો આ પ્રથમ અનુભવ છે એ સારો અનુભવ છે. જયારે તમે સ્ટેજ પર રજુઆત કરતા છે અને તમારા દર્શકો તમારા તાલ સાથે તેઓ પણ ઝુમે એ સૌથી સુંદર પલ હોય છે જેનો આજે અમે અનુભવ કર્યો છે.
સ્પર્ધા માટે અમે દોઢ મહિના પ્રેકટીસ કરી: રાજવી પાનસેરીયા
રાજવી પાસસેરીયા (સપ્તઘ્વની કલા વૃંદ સુરત) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સુરત શહેરથી આવ્યા છીએ અને સ્પર્ધામાં ભાગ લીધો છે. સુરત શહેરમાં અમારો પ્રથમ ક્રમ આવેલ હતો. એટલે હવે રાજય કક્ષામાં ઓછી અમે દોઢ મહીનાની પ્રેકટીસ કરી છે અમારા શિક્ષકનો અમને ખુબ સાથ છે. ઓછામાં ઓછા અમે સો જેટલા રિહસલ કરેલ છે અમારું ગ્રુપ સારુ છે બધા એકબીજાને મદદરુપ થાય છે.
રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો લ્હાવો અનેરો: ધનસુખ વાધાણી
ધનસુખ વાધાણી (કચ્છ જીલ્લો) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં આવીને અમને ખુબ મજા આવી અહિના લોકો પણ ખુબ સારા છે શહેરવાસીઓને આ જગ્યા વિશે પૂછયું તો યોગ્ય માર્ગદર્શન આપી અહીં પહોચાડયા, અમે આશરે એક મહીનાથી પ્રેકટીસ કરીએ છીએ આજથી સ્૫ર્ધામાં અમને બહુ મજા આવી રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની લાહવો જ અલગ હોય છે. નવરાત્રી આવી રહી છે. ત્યારે અમે નવે-નવ દિવસ ખુબ રમવાના છીએ.