વહેલી સવારે 4 વાગ્યાથી સુર્યોદય સુધી ખગોળીય ઘટના: નરી આંખે અવકાશી નજારો જોઈ શકાશે
તા. 1 લી મે વહેલી સવારના 4 વાગ્યાથી સુર્યોદય સુધી પૂર્વ દિશા આકાશમાં મંગળ, શનિ, ગુરૂ અને શુક્રની યુતિનો નજારો જોવા મળશે. આ ખગોળીય ઘટના નિહાળવા દેશભરમાં વિજ્ઞાનપ્રેમીઓ અને ખગોળરસિકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
પૃથ્વીના 243 દિવસો બરાબર શુક્રનો 1 દિવસ થાય છે. શુક્રની તેજસ્વીતાના કારણે ધોળે દિવસે આકાશમાં જોઈ શકાય છે અને ગુરૂ ગ્રહ 39 ઉપગ્રહો ધરાવે છે તેના ઉપગ્રહ ઉપર સમુ છે.
ભવિષ્યમાં ગુરૂ તારાનું સ્વરૂપ ધારણ કરે તેવો વૈજ્ઞાનિકોનો મત છે. મંગળને બે ઉપગ્રહ છે. મંગળ ઉપર ખીણો, પર્વતો આવેલા છે અને લાખો વર્ષ પહેલા મંગળ ઉપર જીવસૃષ્ટિ હશે તેવો વૈજ્ઞાનિકો મત દર્શાવે છે.
રાજયમાં આજે વહેલી પરોઢે અવકાશી યુતિના દર્શન માટે જીલ્લા કક્ષાએ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્નગર, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને જાથાની 14 શાખાઓમાં શુભેચ્છકો અને ખગોળરસિકો સાથે નિદર્શન રાખવામાં આવેલ છે.