12 એપ્રિલના રોજ કલર્સ ગોલ્ડન પેટલ એવોર્ડ્સ 2017નો સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ્સ અનેક સેલેબ્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. જોકે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મલાઈકા અરોરા બની હતી. આ દરમિયાન તે બેહદ ગ્લેમરસ લાગી રહી હતી. રેડ કાર્પેટ પર ઉતરેલી મલાઈકાએ એરોલ અલ્બાયર્ક ડ્રેસ પહેર્યો હતો. તેમાં પણ તેના પર મોલ્ટન મેટાલિક કલર ખૂબ જામતો હતો. ટીવી અને બોલિવૂડ સેલેબ્સ થયા સામેલ
આ એવોર્ડ્સ સેરેમનીમાં જેકલીન ફર્નાન્ડીઝ, તનિષા મુખર્જી, સલીલ અંકોલા, સુધા ચંદ્રન, દિલજીત દોસાંજ, અયુબ ખાન, કૈનત અરોરા, સિદ્ધાર્થ શુકલા, પિતા અને દીકરા સાથે સૂરજ બરજાત્યા અને જુહી પરમાર સહિત અનેક સેલેબ્સ આવ્યા હતા. આ સિવાય આ એવોર્ડ્સમાં ‘બિગ બોસ 10’ કન્ટેસ્ટન્ટ નિતિભા કૌલ, પતિ વિક્રાંત સાથે મોનાલિસા(બિગબોસ કન્ટેસ્ટન્ટ), મનુ પંજાબી અને લોપા મુદ્રા રાઉત પણ સામેલ થયા હતા.