- સૌરાષ્ટ્ર યુનિ.ના બાબા સાહેબ ડો.બી.આર. આંબેડકર ચેર સેન્ટર દ્વારા
ડો.નાથાલાલ ગોહિલ ગુજરાતમાં ડો. આંબેડકર ચળવળના અગ્રણી અને ડો.આંબેડકર વિચારને શિક્ષણના માધ્યમથી લોકો સુધી પહોંચાડનાર, શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર વ્યકિતત્વ
ગુજરાત સરકારના સામાજિક ત્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડો. બી.આર આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : 2024-25 માટેના દ્વિતીય ભીમરત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠક યુનિવર્સિટીના સેન્ડીકેટ હોલમાં મળી ગઈ જેમાં બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર સેન્ટરની સલાહકાર સમિતિમાંથી એક પ્રતિનિધિ, સામાજિક/સેવાકીય કાર્ય કરનાર એક પ્રતિનિધિ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક એમ ચાર સભ્યોની પસંદગી સમિતિ દ્વારા બાબાસાહેબ ડો. આંબેડકરના જીવન દર્શનને સાહિત્યિક માધ્યમ દ્વારા જનમાનસ સુધી પહોંચાડવાનું પ્રેરક કાર્ય કરનાર ડો .નાથાલાલ ગોહિલ, (કેશોદ,કોલેજ .પી.એન,પ્રિન્સીપાલ ગુજરાતી વિભાગાધ્યક્ષ અને ઇન્ચ, નિવૃત્ત)ની પસન્દગી કરવામાં આવી છે.
ચેર -સેન્ટરની એપ્રિલ-2024ની સલાહકાર સમિતિમાં ડો.આંબેડકરજીના વિચારો અને કાર્યોને મૂર્તિમંત કરતા સમાજ સેવકોને ભીમરત્ન એવોર્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શાલ, અને સન્માનનિધિ રૂપે રૂ.25,000/- બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકર : ચેર -સેન્ટર દ્વારા આયોજિત આગામી ફેબ્રુઆરી-2025ના યોજાનાર રાષ્ટ્રીય સંગોષ્ટીમાં ડો .નાથાલાલ ગોહિલને ભીમરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
ડો .નાથાલાલ ગોહિલ ગુજરાતમાં ડો. આંબેડકર ચળવળના અગ્રણી અને ડો. આંબેડકર વિચારને શિક્ષણના માધ્યમથી લોકો સુધી પહોંચાડનાર, શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર, સંત સાહિત્ય દ્વારા સમાજમાં સમરસતા, સમાનતાને આગળ ધપાવનાર વિદ્યાપુરુષ ડો. નાથાલાલ ગોહિલનું ડો. આંબેડકર ઉપરનું ચિંતન, લેખન અને અનેક સભાઓ, સેમિનારોમાં તેમના વ્યાખ્યાનો દ્વારા ગુજરાતની જનતાએ માણી છે અને પોખી છે. ડો. આંબેડકર પરના વ્યાખ્યાનોમાં જ્યારે ડો. નાથાલાલ ગોહિલ બોલતા હોય ત્યારે શ્રોતાઓની આંખમાં આંસુ ન આવે એવું ન બને. વક્તા તરીકે ડો. આંબેડકરને અને એના જીવનને વ્યાખ્યાન દ્વારા તાદૃશ કરી આપે છે. આવા આંબેડકર ચળવળના પુરોધા પ્રોફેસર નાથાલાલ ગોહિલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાબાસાહેબ ડો.આર.બી.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા દ્વિતીય ’ભીમરત્ન’ એવોર્ડ પસંદગી કરીને અર્પણ કરવાનું નિર્ધારિત કર્યું છે. આ વિદ્યાપુરુષને ભીમરત્ન એવોર્ડ પ્રદાન કરવાથી એવોર્ડની ગરિમા પણ વધી જશે.
ડો. નાથાલાલ ગોહિલ દ્વારા “ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકર ” : વર્ષ 2006માં પ્રકાશિત થયું, જેમાં બાબાસાહેબના સમગ્ર જીવન, સંઘર્ષની કથા, સામાજિક ક્રાંતિ, બંધારણના ઘડવૈયા એવા આ ગ્રંથને સર્વશ્રેષ્ઠ ગ્રંથનું પારિતોષિક ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી મળ્યું છે. બાબાસાહેબ ડો. આંબેડકરના બહુ આયામી વ્યક્તિત્વનું પુન:મૂલ્યાંકન કરતું, પુસ્તક “આર્ષદૃષ્ટા, રાષ્ટ્રનિર્માતા “ડો. આંબેડકર’ 2019માં પ્રસિદ્ધ થયું. 2021માં મહુથી ચૈત્યભૂમિની તીર્થયાત્રા” તેમજ “ડો. આંબેદુર ગીતસૌરભ અને જીવનસંદેશ”
2022માં તેમનું પુસ્તક આવ્યું છે. તાજેતરમાં આગામી 15મી ડિસેમ્બરના રોજ તેમનું “તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ” વિષયક પુસ્તકનું વિમોચન થવાનું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. કમલસિંહ ડોડીયા, ચેર-સેન્ટરના ચેરમેન, પ્રો. રાજાભાઈ કાથડ અને પસંદગી સમિતિના સભ્ય, પ્રો. બી.કે. કલાસવા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક કુમારી આનંદબા ખાચર તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રણી હમીરભાઈ ચાવડાએ પસંદગી સમિતિમાં સેવા આપી હતી. આ સર્વે પસંદગી સમિતિના સદસ્યોએ તથા ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ બી. ધાનાણીએ ડો. નાથાલાલ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા