છેલ્લા સાડા તેર મહિના બાદ ધો. 10, 11, 12 કોલેજો સાથે ઉચ્ચ અભ્યાસના વર્ગો કોરોના બાદ ખુલી રહ્યા છે
સરકારી કડક ગાઇડ લાઇન વચ્ચે શરૂ થતી શાળાઓમાં વાલી, છાત્રો, શિક્ષકોની કસોટી થશે: ત્રીજી લહેરનો ભય સૌને સતાવી રહ્યો છે
ગત માર્ચ 2020 થી તમામ શિક્ષણ કાર્યને કોરોના કાળને કારણે તાકિદથી બંધ કરીને ગત વર્ષે 2019-20 તથા 2020-2021 ના શૈક્ષણિક સત્ર ન ચાલતા માસ પ્રમોશન અપાયું હતું. ઘણા વર્ષો અગાઉ નવનિર્માણ આંદોલન વખતે આ માસ પ્રમોશન અપાયેલ જો કે આ વર્ષે તો ધો. 10-1ર જેવી બોર્ડની પરીક્ષામાં પણ બધાને પ્રમોશન આપીને આગળ ધકેલી દીધા છે. ઘણાંને આ નિર્ણયનો વાંધો પણ છે જેને માટે બોર્ડે પરીક્ષાની જોગવાઇ રાખી છે. છેલ્લા સાડાતેર મહિનાથી બધુ જ બંધ હોવાથી છાત્રોની માનસિક સ્થિતિ પણ ડામાડોળ જોવા મળે છે. ત્રીજી લહરનો ભય પણ માથે ઝઝુમી રહ્યોછે. તેવા વાતાવરણે ગુરૂવારથી છાત્રોને ઓનલાઇન શિક્ષણમાંથી આઝાદી મળી રહી છે.
શાળાઓ ખોલવાના નિર્ણયને બધાએ આવકાર્યો છે પણ રાજય સરકાર કે કેન્દ્ર સરકારની કડક ગાઇડલાઇનનું પાલન દરેક શૈ. સંકુલે કરવું ફરજીયાત રહેશે. આવા વાતાવરણમાં શાળાઓ અને શિક્ષકો માટે કપરા ચઢાણ છે. સૌ પ્રથમ તો છાત્રોની મનોદશા ઓળખીને તેને સધિયારો આપવો પડે છે. હજી ઘણા છાત્રો-વાલીઓમાં ત્રીજી લહેરનો ડર કાઢવો પડશે. કોરોના શેનાથી ફેલાયકેમ બચી શકાય જેવી બાબતો બધાને ખબર છે. પણ છતાં વિશેષ કાળજી શિક્ષકોએ તથા શાળા સંકુલે લેવી પડશે.
સૌથી મોટી સમસ્યા શાળાની વિશાળ સંખ્યાની અવર જવર સાથે એક રૂમમાં 40 થી વધુ છાત્રોનું બેસવું વિગેરે સમસ્યા છે. ત્યારે સરકારે એપેડેમીક એકટ હેઠળ ખાસ ગાઇડલાઇન શાળા સંકુલો માટે બહાર પાડી છે. નાના બાળકોમાં શરદી,તાવ, ઉઘરસ જેવી કોમન બિમારી અને ચોમાસાની ઋતુને કારણે સિઝનલ ઇન્ફેકશન વધુ જોવા મળતા હોવાથી વિશેષ દરકાર વાલી, શાળાએ લેવી પડશે. શાળાઓમાં નિયત સમયે એક સાથે હજારો બાળકો સામાજીક અંતર વગર શાળા પ્રવેશ કરે સાથે સમુહ પ્રાર્થનાથતી હોય તો બધા જ સાથે બેસે તેવી વિવિધ સમસ્યાઓ વિશેષ સાવચેતી રાખવી પડશે.
હાલ સરકારશ્રી દ્વારા ગુરૂવારથી ધો. 10 થી 1ર સાથે કોલેજો અને પોલિટેકનીક શરુ કરવાનો પ્રયાસ કરાયો છે. એકાદ વીક આ પ્રયાસમાં ગાઇડલાઇનનાં આધારે સાવચેતી ચાલતી શાળાઓમાં ચેપનું પ્રમાણ ન વધે તો ધો. 9-11 ને ત્રીજા તબકકે ધો. 6 થી 8 ને બાદમાં 1 થી પ શરુ કરવાની યોજના છે. આ બધામાં ટબુકડાના બાલ મંદિર તો નવા વર્ષે જ ખુલે એવું લાગી રહ્યું છે. હાલ પણ શાળા શરુમાં વિદ્યાર્થીની હાજરી મરજી પર ન રાખી છે સાથે શાળાની કુલ સંખ્યાના પ0 ટકાની ક્ષમતા સાથે શરૂ કરવાની સુચના અપાય છે. હાલ એક અંદાજ મુજબ ધો. 1ર ના રાજયમાં પાંચ લાખ જેટલા છાત્રોનો ઓફ લાઇન શરુ કરવાનો પ્રારંભિક પ્લાન છે. શાળાઓ ધીમે ધીમે તબકકા વાર શરૂ કરાશે જેમાં સ્કુલે આવવા માટે છાત્રોના વાલીઓની લેખિત સંમતિ દરેક શૈક્ષણિક સંકુલે મેળવવી ફરજીયાત રહેશે.
શાળાઓ શરુ થઇ રહી છે ત્યારે દરેક મા-બાપ- છાત્રોને વિનંતી કે દરેક વિદ્યાર્થીએ માસ્ક- પીવા માટે પોતાના પાણીની વોટર બેગ વિગેરે પોતે ઘરેથી લાવે, શાળાઓમાં એક-બીજા છાત્રો કોઇ વસ્તુની આપલે ન કરે તે ખુબ જ જરુરી છે. વર્ગની બેઠક વ્યવસ્થામાં પણ સામાજીક અંતર જાળવવું પડશે અને આચાર્ય, શિક્ષકોએ સંકુલમાં છાત્રોની ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે. ધોરણવાઇઝ વિદ્યાર્થીના તાસ પઘ્ધતિમાં પણ વ્હેલા, મોડા ગોઠવીને એક જ વર્ગના ત્રણ-ચાર ભાગ કરીને તેને શિક્ષણ આપવું પડશે. અઠવાડીયામાં નિયત કરેલા દિવસોએ જ છાત્રો આવે ને બાકીના દિવસોમાં ઘરે સ્વઅઘ્યન કે લેશન કરે એવું ગોઠવવું જ પડશે.
શાળાની પહેલા જેવી તમામ પ્રવૃતિમાં સમુહ પ્રાર્થના મેદાના પરથી સ્પોર્ટસ એકટીવીટી જેવું સદંતર બંધ રાખવું પડશે. વાલીઓ એપણ પોતાના સંતાનોને પોતાના વાહનોમાં તેડવા મુકવા થોડો કે વધારે સમયજવું જ પડશે, શાળાઓએ પણ તેની શાળાની તમામ સ્વચ્છાનું કામ સાથે તમામ બીલ્ડીંગ સેનેટાઇઝ કરાવી લેવું પડશે. પ્રથમ દિવસથી તકે દારીના પગલારૂપે થર્મલ ગનથી ચેકીંગ, હેન્ડ વોશ જેવી તમામ આવશ્યક ગાઇડલાઇનનો ફરીજયાત પાલન કરાવવું પડશે. દરેક શાળાએ શાળાની નજીક કે શાળામાં મેડીકલ સેવાઓ તૈયાર રાખવી પડશે.
ભારત સરકારની એસ.ઓ.થી પ્રમાણે રાજય સરકારે અને રાજયમાં આવેલી તમામ શાળા-સંસ્થાઓએ ફરજીયાત પાલન કરવું જ પડશે. સરકારની કોર કમિટિ આ બાબતે ચાંપતી નજર રાખી રહી છે. બીજી લહેરમાં આપણે ઘણી તકલીફો ભોગવ્યા બાદ હવે કોઇકચાશ સરકારના આરોગ્ય તંત્ર છોડવા માગતા નથી. દરેક મા-બાપે પોતાના બાળકોને કેવી રીતે ચેપ લાગી શકે તેની જાણકારી મેળવીને તેની સાવચેતી રાખવી જરૂરી છે. હાલ બધા સામુહિક તણાવની સમસ્યા જેવી રહ્યા છે ત્યારે બાળકો પણ છેલ્લા સાડાતેર મહિનાથી ઘેર જ રહેતા હોવાથી તેના પણ અસંખય પ્રશ્ર્નો છે તે બાબતે શાળા સંકુલ, શિક્ષકો વાલીઓએ વિશેષ ઘ્યાન આપવું પડશે.