રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લુખાઓનો આતંક વધવા પામ્યો છે જેના કારણે શહેરીજનોમાં ભય પ્રસરી જવા પામ્યો છે.ત્યારે તાજેતરમાં જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેડક રોડ પર એક લુખ્ખો એકટીવા ચાલક માર્ગ પર જતી યુવતી અને મહિલાની છેડતી કરી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતા પીઆઇ આર.જી.બારોટ દ્વારા તાત્કાલિક તેની અટકાયત કરી આકરા પગલાં લેવામાં આવ્યા હતા ત્યારે આવા લુખ્ખાઓને અટકાવવા માટે સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ દ્વારા 47 કર્મચારીઓની ટીમ બનાવી સતત સાત દિવસ સુધી બાગ-બગીચા, શાળા-કોલેજો અને મુખ્ય રોડ પર અડિંગો જમાવી જમાવતા આવારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 81 અવાર તત્વોની અટકાયત કરી રૂ.12800 નો દંડ વસુલ્યો હતો. જેથી બી ડિવિઝન પી.આઈ આરજી બારોટ આકરા પાણીએ આવતા લુખાઓમાં ફફડાટ મચી જવા પામી છે.
બી ડિવિઝન પોલીસના 47 કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી એક સપ્તાહમા 81 અવાર તત્વોની અટકાયત કરી રૂ.12800 નો દંડ વસુલ્યો
પોલીસ દ્વારા કરવામાં આવેલા ’ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી’ કાર્યક્રમમાં આવેલી ફરિયાદોનો તાત્કાલિક નિવેડો લાવાયો
વિગતો મુજબ તાજેતરમાં સામા કાંઠા વિસ્તારમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર.એસ.બારીયાની હાજરીમાં ’ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રજાની ત્રણ વાત સાંભળવામાં આવેલ હતી. અને તે ત્રણ વાતોનો સમયસર નિરાકરણ માટેની પોલીસે બાંહેધરી આપી હતી. જે અનુસંધાને બી. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ બાગ-બગીચા, શાળા-કોલેજ સહિતના મુખ્ય રોડ પર બેસી લોકોને હેરાન કરતાં લુખ્ખા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નરે આપેલ સૂચનાથી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં ટીમ મેદાનમાં ઉતરી હતી અને આવારા તત્વો પર ઘોંસ બોલાવી હતી.
પીઆઇ આર.જી.બારોટે વધુમાં જણાવ્યું હતું કે, ગઈ તા.4-5-6-7 ના તેમની ટીમના પીએસઆઇ કે.ડી.મારૂ, એમ.આઈ.શેખ અને પી.બી.ત્રાજીયા સહિત 47 પોલીસ કર્મચારી, સી-ટીમ, પીસીઆર, 181 ની ટીમને સાથે રાખી પોલીસ મથક વિસ્તારમાં આવેલ બાગ- બગીચામાં કારણ વગર બેસી યુવતી- મહિલાઓની પજવણી કરતાં તેમજ સિનિયર સિટીઝનો માટે પણ માથાનો દુખાવો બનેલા અવરાતત્વો અને શાળા-કોલેજો બહાર છાત્રાઓની છેડતી કરવા બહાર બેસતાં લુખ્ખાઓને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ કુલ 81 શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કાળા કાચવાળા અને ત્રિપલ સવારી વાહનચાલકો પાસેથી કુલ રૂ.12800 નો દંડ પણ વસુલ કર્યો હતો. પોલીસ દ્વારા આ આકરી કાર્યવાહી કરતા લુખ્ખાઓમાં ફફડાટ મચી જવા પામી છે.
સાત દિવસમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી
- નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનો વિરૂદ્ધ કાર્યવાહી – 33
- કાળા કાચવાળા વાહનો વિરૂધ્ધ તથા ત્રણ સવારી વાહનોના પાસે વસૂલ કરેલ દંડ – રૂ.12,800
- નશો કરી વાહન ચલાવનાર વિરૂધ્ધના કેસો – 02
- સી.આર.પી.સી. 109 મુજબ અટકાયતી પગલા -03
- સી.આર.પી.સી. 107, 116(3) મુજબ અટકાયતી પગલા – 16