વિદ્યા ભારતી દ્વારા યોજાયેલ સ્નેહમિલનમાં આગેવાનોની ઉપસ્થિતિ
આઝાદીના અમૃત મહોત્સવથી શરૂ થયેલો ‘અમૃતકાળ’ 2047 સુધી ચાલશે એ દરમ્યાન ભારતને ગૌરવશાળી, વિકસીત અને વિશ્વગુરૂ બનાવવાની વિદ્યાભારતીની સંકલ્પનાનો આધાર છે. વિદ્યાભારતીના આચાર્યો, પ્રધાનાચાર્યો અને ટ્રસ્ટી-વ્યવસ્થાપકો આ શબ્દો દિવાલી સ્નેહમિલન માટે યોજાએલ વિદ્યાભારતી સંકુલની બેઠકમાં લલિતભાઇ મહેતાએ ઉચ્ચાર્યા હતા.
વિદ્યાભારતી ભારતીય જીવનદર્શન આધારિત મૂલ્યોના શિક્ષણ પર ખાસ ભાર મુકે છે.આંતરિક શક્તિના આવિર્ભાવ માટે અપનાવતા આધ્યાત્મિક મૂલ્યોને વિદ્યાર્થીમાં આરોપિત કરીએ જેથી સજ્જન શક્તિ, સંવેદનશીલ નાગરિકો, કર્તવ્યપરાયણ ગૃહસ્થો, રાષ્ટ્રભક્ત અને દેશપ્રેમી યુવા પેઢી, સેવાના ભેખધારી સમાજ સુધારકો-નિર્માણ થાય, આવા ગૌરવશાળી-વિશ્વગુરૂ ભારત માટે અમૃતકાળ દરમ્યાન શૈક્ષણિક અભ્યાસક્રમો સાથે મનુષ્યના ગૌરવને સ્થાપિત કરતા વ્યક્તિ નિર્માણ, સમાજ પ્રબોધનના વિશેષ પ્રયત્નોને સૌ પોતાનો જીવનમંત્ર બનાવે એમ લલિતભાઇ મહેતાએ જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પર્યાવરણપ્રેમી આચાર્ય ભૂપતભાઇ છૈયાએ, પાણી બચાવવા, પ્લાસ્ટીકને દેશવટો દેવા, જમીનની ફળદ્રુપતા માટે કુદરતી ખેતી અપનાવવા અને વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો વિદ્યાભારતી હાથ ધરી રહી છે તેની સમજણ આપી હતી.
પ્રધાનાચાર્ય દર્શનાબહેન જાની, નિલેશભાઇ ધોકીયા, મમતાબહેન પંડ્યા, ખ્યાતિબહેન કરથીયા, ટ્રસ્ટીઓ સર્વશ્રી વિનુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ રાવલ, વિનુભાઇ શાહ અને કિશોરભાઇ પુજારા સહિત વિદ્યાભારતી સંકુલના 98 સ્ટાફ ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.