બરોડામાં રૂપાણી સરકાર, સૈન્ય, સુરક્ષા, વહીવટીતંત્રની બહેતરીન કામગીરી : એક દિવસમાં ૨૦ ઈંચ વરસાદ છતાં હજારો લોકોનાં જાનમાલનો બચાવ કરવામાં સફળતા : કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી
૨૪ કલાકમાં ૨૦ ઈંચ જેટલા વરસાદથી જળાડૂબ વડોદરાવાસીઓને ઉગારવા અસરકારક સરકારનાં નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાત-ઉજાગરા કરી ઘટતા તમામ પગલાં લશ્કરી ધોરણે લઈ ફરી એકવખત પુરવાર કરી આપ્યું છે કે, ગુજરાતનાં એકપણ-કોઈપણ નાગરિકની સુરક્ષા, સહાયતા કરવામાં અને તેને સુખ-સુવિધા-સગવડ આપવામાં રૂપાણી સરકાર જરા પણ પીછેહટ નહીં કરે. વડોદરામાં જેવો ૧૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો.. હજુ વરસાદ વરસવાનું અવિરત ચાલુ હતું ત્યાં જ દીર્ધદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં તાત્કાલિકની બેઠક બોલાવી. તમામ માહિતી મેળવી તાત્કાલિક એનડીઆરએફ એસડીઆરએફની ૪, આર્મીની ૨ તેમજ એસઆરપીનાં ૨ કેમ્પ તેમજ પોલીસ અને સુરત-વડોદરાની ફાયર ટિમને બચાવ-રાહત કામોમાં જોડાઈ જવાની સુચના આપી દીધી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ આગોતરી કામગીરીને કારણે નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાઈ લોકોનાં જીવ જોખમમાં મુકાઈ એ પહેલા જ હજારો લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં રેસ્ક્યુ કરીને ઘણા બધા લોકોનાં જીવ બચાવી લેવામાં આવ્યા. અલબત્ત જે કોઈ લોકો વરસાદી આફતમાં મૃત્યુ પામ્યા છે તેમને વિજયભાઈ રૂપાણીએ ચાર-ચાર લાખ રુપિયા સહાય કરવાની જાહેરાત કરી છે.
વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સંકટની સ્થિતિ મોટી હોનારતમાં પરિણમે એ પહેલા જ યુદ્ધનાં ધોરણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી બે આઈ.એ.એસ અધિકારીઓ તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સૂચના આપી. ખુદ થોડા-થોડા સમયે તમામ જાણકારી મેળવતા રહ્યાં. સરકાર, સૈન્ય અને સુરક્ષા અને વહિવટી તંત્રને ખડેપગે કરી દીધું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં એક દિવસમાં ૨૦ ઈંચ વરસાદ વરસવાની ગંભીરતા બરાબર પારખી ગયા હતા. વડોદરામાં ૨૦ ઈંચ વરસાદ વરસવા પગલે વિશ્વામીત્રી નદી બે કાંઠે વહેવા લાગી હતી, વડોદરા આસપાસ નાના-મોટા વિસ્તાર-ગામો વરસાદ વરસ્યા બાદ પણ પાણી ભરાવવા કારણે ભયગ્રસ્ત હતા. અનેક વિસ્તરોમાં પાણી ઓસરવાની જગ્યાએ ભરાતું જતું હતું આથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અડધી રાત્રે રહેણાંક વિસ્તારોમાં ઘૂસેલા પાણી ઉલેચવા ૪૦૦ જેટલા હેવીડ્યૂટી પંપ સાથે ટીમો કાર્યરત કરી. અધૂરામાં પૂરું બરોડાવાસીઓની મદદે એરફોર્સ સહિતનાં સૈન્ય ટુકડીઓ મદદ માટે મોકલી આપી. વડોદરા શહેરનાં કુલ ૨૯૨ વીજ ફિડર પૈકી ૪૮ ફિડર વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરન્ટથી કે અન્ય કોઈપણ રીતે નાગરિકોનાં જાનમાલને નુકસાન ન થાય તે માટે સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા. શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી, લોકોને ઘરમાં રહેવા સુચના અપાઈ, જેમના ઘરમાં પાણી ભરાયા હતા તેમને ઉંચાણવાળી જગ્યાએ સહી-સલામત ખસેડવામાં આવ્યા.
આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નાની-મોટી ઘટનાનાં સંદર્ભમાં પાણી પહેલા પાળ બાંધવાની નીતિનાં કારણોસર વડોદરા શહેરમાં એક જ દિવસમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસવા છતાં પણ કોઈ મોટી હોનારત થઈ નથી કે કોઈ મોટી દુર્ઘટના થવાયા સમાચાર આવ્યા નથી. પરિસ્થિતિ જાવે6 થાળે પડી રહી છે. બરોડામાં વિજયભાઈ રૂપાણી સરકાર, સૈન્ય, સુરક્ષા, વહીવટીતંત્રની બહેતરીન કામગીરીનાં પગલે હજારો લોકોનાં જાનમાલનો બચાવ થઈ શક્યો છે. પળેપળ ક્ષણેક્ષણ લોકોને શાંતિ, સુરક્ષા, સલામતી, સ્વસ્થતા, સમૃદ્ધિ આપવા કટિબદ્ધ સંવેદનશીલ રૂપાણી સરકારની કામગીરી પ્રસંશનીય અને નોંધનીય છે.