બેંકો ૨૦,૦૦૦ કરોડના લેણા પૈકી ૮૦ ટકા રકમ વસુલ કરી શકશે તેવો દાવો
અંતે વિડીયોકોન સૂર્યાસ્ત તરફ ધકેલાયું છે. નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલ (એનસીએલટી)એ ગઈકાલે વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝનો નાદારી કેસ દાખલ કર્યો છે. ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કકરપ્સી કોડ હેઠળ આ કેસ દાખલ યા બાદ દેવાદાર કંપનીએ આશા વ્યકત કરી કે, લેણદારો તેમના રૂપિયા ૨૦ હજાર કરોડના લેણા પૈકી ૮૦ ટકા રકમ વસુલ કરી શકશે. કંપનીએ એપ્રીલમાં એનસીએલટીની મુખ્ય બેંચનો સંપર્ક કરી તેના તમામ લેણદારો દ્વારા દાખલ યેલા ઈન્સોલ્વેન્સી કેસ એક સો સાંભળવામાં આવે તેવી ગોઠવણ કરવા વિનંતી કરી હતી.
વિડીયોકોન ઈન્ડસ્ટ્રીના ચેરમેન વેણુ ગોપાલ ધૂતે એનસીએલટીમાં કેસ દાખલ ઈ ચૂકયો હોવાની વાતનો એકરાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, રૂ.૨૦ હજાર કરોડના બાકી લેણા પૈકી બેંકો ૭૦ થી ૮૦ ટકા વસુલ કરી શકશે. કંપનીને આશા છે કે, પ્રક્રિયા ૧૮૦ દિવસમાં પૂર્ણ ઈ જશે. વર્કિંગ કેપીટલની જરૂરીયાત ઝડપી પૂર્ણ કરવામાં આવશે.
વિડીયોકોન સન્માનીય ટ્રેડમાર્ક તરીકે ચાલુ રહે તે માટે પ્રમોટર બ્રાન્ડને પ્રોજેકટ કરવામાં મદદ કરશે. કે.પી.એમ.કે.ના અનુજ જૈન આ કેસમાં વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેશનલ્સ બની રહેશે. જૈન પાસે ૧૮૦ દિવસની મુદત હશે. આ મુદતને ૮૦ દિવસ લંબાવવાનો વિકલ્પ પણ રહેશે ત્યાં સુધી કંપની બાકી લેણાની ચૂકવણી નહીં કરી શકે તો કંપની ફડચામાં જશે. જો કે કંપની પુરો સહકાર આપશે તેવો દાવો કરવામાં આવ્યો છે.