આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે રૂ.1700 કરોડના લોન કૌભાંડ મામલે વેણુગોપાલ ધૂતની ધરપકડ

વીડિયોકોન ગ્રૂપના અધ્યક્ષ વેણુગોપાલ ધૂતની કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. આ પહેલા સીબીઆઇએ આ મામલે આઇસીઆઇસીઆઇ બેન્કના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.

વિડિયોકોનને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન મળી હતી અને તે ત્યારે મળી હતી જ્યારે ચંદા કોચર બેંકની સીઈઓ હતી. આરોપ છે કે આ લોનના બદલામાં વીડિયોકોને દીપક કોચરની કંપનીનુ રિન્યુએબલમાં રોકાણ કર્યું હતું. દીપક કોચર આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ છે.

અગાઉ આ કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ આ ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને સીબીઆઈ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયાં હતા ત્યારે અદાલતે 28મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોન ગ્રુપને લગભગ 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં કથિત રીતે અનિયમિતતા કરી હતી, જ્યારે આ છેતરપિંડી થઈ ત્યારે ચંદા કોચર બેંકના સીઈઓ હતા. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેબ્રુઆરી 2019માં ફોજદારી કેસ નોંધ્યો હતો. આ અંતર્ગત તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ચંદા કોચર પર ભેદભાવ અને વીડિયોકોન જૂથની તરફેણ કરવાનો આરોપ છે.

જણાવી દઈએ કે સીબીઆઈએ ચંદા કોચર તેમના પતિ અને વેણુગોપાલ ધૂત તેમજ ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત આઇપીસી કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

કોણ છે વેણુગોપાલ ધૂત?

વેણુગોપાલ ધૂત વીડિયોકોન ગ્રુપના ચેરમેન છે. તેમની ગણતરી ભારતના અબજોપતિઓમાં થાય છે. 2015માં, વેણુગોપાલ ધૂત ફોર્બ્સની સૌથી ધનિક લોકોની યાદીમાં 61મા ક્રમે હતા. ત્યારે ધૂતની સંપત્તિ 1.19 બિલિયન ડોલર હતી.

3250 કરોડની અપાઈ હતી લોન !!

સીબીઆઈએ નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત આઈપીસીની કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં ચંદા કોચર, તેના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને આરોપી તરીકે નામ આપ્યા છે. તરીકે નોંધવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એવો આરોપ છે કે વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે 2012 માં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન મેળવ્યા બાદ નુપાવરમાં કથિત રીતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

શું છે આરોપ ?

એવો આરોપ છે કે આઈસીઆઈસીઆઈ બેન્ક લિમિટેડના અધિકારીઓએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, આરબીઆઈ ગાઈડલાઈન્સ અને બેન્કની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરીને આ કંપનીઓને ક્રેડિટ સુવિધાઓ મંજૂર કરી હતી. આરોપો એવા હતા કે ધૂતે સુપ્રીમ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (એસઇપીએલ) દ્વારા ન્યુપાવર રિન્યુએબલ્સ લિમિટેડ (એનઆરએલ) માં રૂ. 64 કરોડનું રોકાણ કર્યું હતું અને એસઇપીએલને દીપક કોચર દ્વારા સંચાલિત પિનેકલ એનર્જી ટ્રસ્ટમાં ખોટી રીતે ટ્રાન્સફર કર્યું હતું. આ છેતરપિંડી 2010 અને 2012 ની વચ્ચે કરવામાં આવી હતી. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ શનિવારે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર સાથે તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.

શું છે મામલો?

કેસના આરોપો મુજબ વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવર રિન્યુએબલ્સમાં 2010 અને 2012 ની વચ્ચે બેન્ક દ્વારા વીડિયોકોન જૂથને લોન આપ્યાના થોડા મહિનાઓ બાદ ન્યુપાવર રિન્યુએબલ્સમાં રૂ. 64 કરોડનું કથિત રોકાણ કર્યું હતું. સીબીઆઈનો આરોપ છે કે લોન એક સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં ચંદા કોચર સભ્ય હતા. સીબીઆઈનો આરોપ છે કે કોચરે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો અને વિડિયોકોનને રૂ. 300 કરોડ મંજૂર કરવા માટે વેણુગોપાલ ધૂત પાસેથી તેમના પતિ દ્વારા અનુચિત તરફેણ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.