PM મોદીએ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેંસિંગની મદદથી વારાણસીના ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રન્ટ લાઇન મેડિકલ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ તમામ મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટ લાઇન વર્કરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે આપણા ડોક્ટર્સ, નર્સ, વોર્ડ બોયઝ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર્સે જે કામ કર્યું છે એ ખરાઅર્થમાં સરાહનીય છે. ત્યારબાદ કોરોના અંગે વાત કરતાં વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા.
PM મોદીએ કહ્યું કે કોરોના વાયરસે આપણા સંબંધીઓને છીનવી લીધા છે. હું કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પું છું તથા તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવું છું. વધુમાં તેઓએ કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન આપણે અનેક મોર્ચા પર લડવું પડ્યું છે. આ વખતે સંક્રમણ અનેક ગણું વધુ છે. દર્દીઓની સંખ્યા વધતા આપણી સ્વાસ્થ્ય સિસ્ટમ પર ભારણ વધી ગયું હતું.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના બાદ આપણી સામે નવી ચેલેન્જ આવી છે જેનું નામ છે બ્લેક ફંગસ. આ નવી બીમારી સામે આપણે તૈયારી અને સાવચેતી બંને રાખવી પડશે.