અત્યારે સોશિયલ મીડિયા દ્વારા આપણે આજે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ આ ઇન્ટરનેટના યુગમાં લોકો હરણફાળની ઉંચાઈ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સોશ્યલ મીડીયાનો સદઉપયોગથી લોકોની જાન બચી શકે પરંતુ ટીખળી ખોર શખ્સો દ્વારા સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ કરવાથી વર્ગ વિગ્રહ થઈ શકે છે.
આવો જ બનાવ સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અમદાવાદના ભરત ભરવાડ નામના શખ્સે દશનામ ગોસ્વામી સમાજના નામે અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી વિડીયો વાયરલ કરતા સાધુસમાજમાં રોષ પ્રગટયો હતો. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવક અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે જેના લીધે લોકોની તથા સમગ્ર સાધુ સમાજની લાગણીઑ દુભાણી છે.
રાજકોટ દશનામ ગોસ્વામી સમાજના લોકો દ્વારા ભરત ભરવાડ નામના શખ્સ સામે કડક હાથે કામગીરીની માંગ સાથે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને લેખીત રજૂઆત કરી કડક હાથે કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. આ તકે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.