પૈસાની લેતી દેતી પ્રશ્ને સુરેન્દ્રનગર પી.આઈ.ની દાદાગીરી
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી.પી.આઇ.દ્વારા સુરેન્દ્રનગરના વેપારીને ૨૪ લાખ આપી દેવા વારંવાર ધમકી આપતા પીડિતે વીડિયો કર્યો વાયરલ કર્યો છે.સુરેન્દ્રનગરના ફ્રૂટનો વેપાર કરતા હબીબભાઈ અબ્દુલભાઇ મકવાણા નામના વેપારીને ધંધામાં ખોટ જતા તેમજ માલમોળો આવી જતા વેપારીને નાણાં ચુકવવામા મોડું હતા સુરેન્દ્રનગર પોલીસ ટોચર કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થવા પામ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગરમા પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર કરવાનું તો વારંવાર સામે આવતા જોયુ છે પણ હાલમાં જિલ્લા એલ.સી.બી.પી.આઈ દવારા પરિવારને વારંવાર પૈસા ન દેવાના હોવા છતાં પણ ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ આ પરિવારજનો દ્વારા વિડીયો મારફતે કરવામાં આવ્યો છે ક્યારે આ બાબત નો વિડીયો પરિવારજનો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા પોલીસ બેડામાં દોડ ધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા હબીબભાઈ અબ્દુલભાઇ મકવાણા ને શ્રી ચંદ્ર મોહન નામની પેઢીના માલીક દ્વારા વારંવાર ધાકધમકી આપવા મા આવેલ હોવા નો આક્ષેપ આ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ દ્વારા આ નાણાં પરિવારજનોને તાત્કાલિકપણે ચૂકવી આપવા માટે અવારનવાર તો ટોચર કરવામાં આવતી હોવાનો વિડીયો પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે પરિવારજનો દ્વારા સીધો વિડિયો પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્રકુમાર બગડીયા સાહેબને પણ આપવામાં આવ્યો છે.