જૂનાગઢ શહેરમાં વારંવાર થતા અંધારા વચ્ચે
જૂનાગઢ શહેરમાં અનેક સ્થળોમાં થતાં વારંવાર અંધારાની વચ્ચે ” સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારીઓને લીલા લહેર ” આ વાત સાબિત કરતો એક વીડિયો વાઇરલ થવા પામ્યો છે અહીંની મનપાની સ્ટ્રીટલાઈટ શાખામાં એક કર્મચારી ગેમમાં મશગુલ બની ઓનલાઇન ગેમ ખેલી રહ્યા હોય તેવો વિડિયો સામે આવ્યો છે.
જે બાબત ચર્ચાનો વિષય બની છે. બીજી બાજુ સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારીઓ એસ.આઈ.ના કહેવાથી રસ્તામાં રાખવામાં આવેલ કોઇની માલિકીના પાઇપો લઇ જતા હોવાની પણ વાતો સામે આવી છે ત્યારે મનપા તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરી આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
જૂનાગઢ મનપાના એક કર્મચારી મનપાની સ્ટ્રીટલાઇટ શાખામાં મોજથી ગેમ રમી રહ્યા હોવાનો એક વીડિયો વાઇરલ થવા પામ્યો છે ઓનલાઇન ગેમ રમતા આ ભાઈ ગેમ રમવામાં એટલા ઓતપ્રોત જણાઈ રહ્યા છે કે, વિડીયો ઊતરી રહ્યો છે.
છતાં તે રોશની શાખામાં હોવા છતાં ગેમની મોજને કારણે અંધારામાં ડૂબી ગયા છે, ત્યારે એક વાત એ સામે આવી રહી છે કે, જૂનાગઢ રોશની શાખાના કર્મચારીઓ દ્વારા કામ માટે જ ક્યાંકને ક્યાંક અંધારા છે, જેને કારણે શહેરમાં બંધ થઈ ગયેલી સ્ટ્રીટલાઇટો અંધારા નોતરે છે, અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે.