• સતત બદલતી જતી ટેકનલોજીએ આજે વિશ્વમાં એક નવુ આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે તથા ડિઝિટલના અનેક માધ્યમોથી કંપનીઓ એકબીજાની સાથે હરીફાઇમાં આગળ વધતી જાય છે નવા બદલતા ફીચરો દ્વારા લોકોની લાઇફસ્ટાઇલને સરળ બનાવવા આજે ઘણી કંપનીઓ નવુ ક્રિએશન કરી રહી છે એવું જ એક ક્રીએશન જે સ્વેગવાલી ટોપી તરીકે ઓળખાય છે.
  • પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે શું છે સ્પીકરવાળી ટોપીમાં…? જેમાં બેઝબોલ કંપનીએ છાજલીના ભાગમાં બે સ્પીકર ફિટ કર્યા છે  તેમજ તેમાં હેડમાં ફિટ કરાયેલ સ્પીકર સાથે બ્લુટુથ પણ છે જે ફોન કે અન્ય કોઇપણ ડિવાઇસ સાથે જોડાયેલ હોય છે. એટલુુ જ નહી વોઇસ કમાન્ડથી તેને ઓપરેટ પણ કરી શકાય છે ઉપરાંત કંપનીએ એક નાનકડુ માઇક્રોફોન પણ ટોપીની છાજલીમાં અંદર રાખવામાં આવ્યું છે. જેથી વ્યક્તિ મ્યુઝિક સાંભળવાની સાથો સાથ કોઇના ફોન કોલ આવે તો તેમની સાથ વાત પણ કરી શકાય છે.
  • પરંતુ  આ રીતે ફોન પર થતી વાત આજુબાજુમાંથી પસાર થતા તમામ લોકો સાંભળે એ વાત અલગ છે. અને સ્પીકરને ચલાવવા માટે ટોપીમાં જ એક નાનકડી લિથિયમ આયનની બેટરીનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.