અરબી સમુદ્રમાં ઉઠેલા લો-પ્રેસરથી સર્જાનાર સંભવત વાવાઝોડા અંગે કરાશે સમીક્ષા
રાજ્યના મહેસુલ સચિવ સાંજના સમયે તમામ જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવાના છે. હાલ અરબી સમુદ્રમાં જે લો-પ્રેસર બન્યું છે તેનાથી સર્જાનાર સંભવિત વાવાઝોડા અંગે મહેસુલ સચિવ સમીક્ષા કરવાના છે. આ માટે કલેકટરોને જરી સુચનાઓ પણ આપવામાં આવનાર છે.
હાલ અરબી સમુદ્રમાં જે લો-પ્રેસર સર્જાયું છે તેનાથી ગુજરાત ઉપર વાવાઝોડુ ત્રાટકે તેવી શંકા સેવાઈ રહી છે. જેના પગલે તંત્ર અત્યારથી જ એલર્ટ થઈ ગયું છે. આજે મહેસુલ સચિવ પંકજ કુમાર સાંજે ૫ વાગ્યે તમામ જિલ્લાના કલેકટર સાથે વી.સી. યોજવાના છે. આ વી.સી. મોન્સુન અંગેની રહેશે. જેમાં સંભવિત વાવાઝોડા અંગે પણ સમીક્ષા હાથ ધરવામાં આવનાર છે. વધુમાં બપોર બાદ ૪ વાગ્યાના અરસામાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ સુઝલામ સુફલામ યોજના અંગે બેઠક યોજવાના છે. જેના માટે ઈરીગેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.
જિલ્લામાં ૧૬ લાયઝન ઓફિસરની નિમણૂંક ૧લી જૂનથી ફલડ કંટ્રોલરૂમ ધમધમશે
રાજકોટ જિલ્લામાં મોન્સુનની કામગીરીને લઈને ખાસ ૧૬ લાયઝન અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. કલાસ-૧ અધિકારીઓને વિવિધ તાલુકા તેમજ જિલ્લાના વિવિધ ટાઉનોની જવાબદારી સોંપવામાં આવી છે. વધુમાં ૧લી જુનથી જિલ્લા કલેકટર કચેરી તેમજ દરેક તાલુકા મામલતદાર કચેરીમાં ફલડ કંટ્રોલમ શ કરવામાં આવશે. જેના માટે ૧લી જૂનથી ૩૦ નવેમ્બર સુધીનું મહેકમ મહેસુલ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આગામી ૨ થી ૩ દિવસમાં જિલ્લા કલેકટર દ્વારા આ મહેકમ મુજબ ઓર્ડરો પણ કરવામાં આવનાર છે. બીજીબાજુ તંત્ર હાલ સજ્જ થઈને મોન્સુન અંગેની કામગીરી કરી રહ્યું છે જેમાં દરેક સેન્ટરો પર વરસાદ માપક યંત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથો સાથ ડેમ સાઈટોમાં વાયરલેસ પણ ગોઠવવામાં આવ્યા છે.