પદાધિકારીઓએ વર્ચ્યુઅલ સિસ્ટમથી માર્ગદશર્ન મેળવ્યું
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની તમામ શાળાઓમાં નવા પ્રવેશ મેળવતા બાળકોને વઘુમા વઘુ શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે સરકાર મારફત શાળા પ્રવેશોત્સવ / ક્ધયા કેળવણી મહોત્સવ 22નું આયોજન તા . – 23/06/22 થી 25/06/22 દરમ્યાન કરવામા આવેલ છે. સરકારના અથાગ પ્રત્યેનો અને સતત ચિંતનથી મધ્યમ ગરીબ વર્ગના બાળકોને આધુનિક શિક્ષણ મળી રહયું છે . સરકારી તમામ શાળામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં નથી આવતી ; તેમજ પાઠય પુસ્તકો , શિષ્યવૃતિ , મધ્યાહન ભોજન પણ છાત્રોને અપાય છે.
કાર્યક્રમની રૂપરેખા નકકી કરવા તેમજ જરૂરી માર્ગદર્શન અન્વયે ગત દિવસે મુખ્યમંત્રી મારફત સમગ્ર ગુજરાતના અધિકારી – પદાધિકારીઓ સાથે વિચાર વિમર્સ કરેલ અને જરૂરી સુચનો આપેલ ત્યારબાદ શિક્ષણમંત્રી મારફત શિક્ષણ લગત આયોજન અને કોરોનાકાળ બાદ યોજાનાર પ્રવશોત્સવ/ક્ધયા કેળવણી મહોત્સવમા કોરોના ગાઈડલાઈન પાલન કરવા અન્વયે ચુસ્ત સુચનાઓ આપવામા આવેલ હતી. આ કોન્ફરન્સનુ આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં. – 48 ખાતે કરવામા આવેલ હતું જેમા રાજકોટ મહાનગરપાલિકાના માન . ડે.મેયરથી ડો.દર્શીતાબેન શાહ , સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ , શાસક પક્ષ નેતાની વિનુભાઈ થવા , શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત , વા . ચેરમેન સંગીતાબેન છાયા , શાસનાધિકારી કિરીટસિંહ પરમાર , આરોગ્ય અધિકારી તેમજ શિક્ષણ સમિતિ સરદસ્યી રવિભાઈ ગોહેલ , તેજસભાઈ ત્રીવેદી , ફારૂકભાઈ બાવાણી , શરદભાઈ તલસાણીયા , કિશોરભાઈ પરમાર , ડો.અશ્વિન દુઘરેજીયા , કિરીટભાઈ ગોહેલ , ડો . વિજયભાઈ ટોળીયા , ધૈર્યભાઈ પારેખ , ડો . પીનાબેન કોટક , જયંતીલાલ ભાખર , ભાણવડીયા , સહિતના મહાનુભાવો હાજર રહેલ.