તળાવો ઉંડા કરવાના કામોની સમીક્ષા કરી બાકી રહેલા કામો તાત્કાનલિક પૂર્ણ કરવા મુખ્યલમંત્રીશ્રીની તાકિદ
સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા તળાવ, ચેકડેમ, ખેતતલાવડી ઉંડા કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહેલ છે. વઢવાણ તાલુકાના કોઠારીયા તળાવ ઉંડુ કરવાના ચાલતી કામગીરીના સ્થળે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.
આ વિડીયો કોન્ફરન્સમાં પ્રભારી સચિવશ્રી અનુરાધ્ધા મલ્લ તથા કલેકટરશ્રી કે. રાજેશે જિલ્લામાં ચાલતા તળાવ ઉંડા કરવાની તેમજ ઉંડા થયેલ કામગીરીથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં.
સુજલામ્ સુફલામ જળ અભિયાન -૨૦૧૮ અંતર્ગત કોઠારીયા ખાતે વીડીયો કોન્ફરન્સ યોજાઇ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ચોમાસુ શરૂ થાય તે પહેલા તળાવ ઉંડા કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ જાય તેવું આયોજન કરવા અને આગામી ચામાસામાં વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઉંચા આવે તે રીતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ વિડીયો કોન્ફરન્સ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, અગ્રણી સર્વશ્રી જગદીશભાઇ મકવાણા, અનિરૂધ્ધસિંહ પઢીયાર, વિપિનભાઇ ટોલીયા, અમૃતભાઇ ડાભી, નટુભાઇ હડીયલ, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચ, પદાધિકારી- અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com