જીયો મીટ થકી એક સાથે ૧૦૦ લોકોને જોડી શકાશે: એપ્લીકેશનની સાથો સાથ વેબ બ્રાઉઝરથી પણ ઓપરેટ કરી શકાશે
ટેલિકોમ ક્ષેત્રે જયારે મોબાઈલનો આવિસ્કાર થયો અને લોકો મોબાઈલનો ઉપયોગકર્તા થયા ત્યારે મોબાઈલની જે કિંમત થવી જોઈએ તે થઈ શકી ન હતી. પહેલા લોકો મોબાઈલનો ઉપયોગ માત્ર કોલિંગ માટે જ કરતા હતા પરંતુ જેમ-જેમ એપ્લીકેશનનો આવિસ્કાર કરવામાં આવ્યો તેમ મોબાઈલની કિંમતમાં પણ અનેકગણો વધારો થયો છે અને મોબાઈલની વેલ્યુમાં પણ વધારો થયો છે. પહેલા લોકો અક્ષરજ્ઞાન લેવા પ્રેરીત થતા હતા પરંતુ હવે એપ્લીકેશન મારફતે જરૂરીયાત મુજબની તમામ ચીજવસ્તુઓની માહિતી મળવાપાત્ર રહે છે જેના કારણે મોબાઈલનો વેગ અને મોબાઈલનાં વપરાશમાં વધારો જોવા મળ્યો છે.
રિલાયન્સ હરહંમેશ ડગલેને પગલે આગળ વધી રહ્યું છે. ફેસબુક સાથે કરાર થતાની સાથે જ રિલાયન્સ વિશ્ર્વ આખાની સરખામણીમાં સૌથી સફળ કંપની બનવા તરફ આગળ જઈ રહી છે ત્યારે રિલાયન્સનું જીયો દેશ આખામાં ધુમ મચાવી રહ્યું છે ત્યારે હવે રિલાયન્સ જીયો જીયો મીટ નામની એપ્લીકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે કે જે હાલ પ્રવર્તીત ઝુમ, ગુગલ મીટ, વોટસએપ સહિતનાં વિડીયો કોલીંગ એપ્લીકેશનને માત આપવા સજજ બન્યું છે.
રિલાયન્સની ‘જીયો મીટ’ એપ્લીકેશન કેવી હશે?
– કોરોનાને લઈ જયારથી લોકડાઉન થયું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવતાની સાથે જ અનેકવિધ વિડીયોકોલિંગ એપ્લીકેશનો સામે આવી છે ત્યારે જેમાં જીયો મીટ તમામ એપ્લીકેશનોને માત આપશે તેવું માનવામાં આવે છે.
– જીયો મીટ એપ્લીકેશન મારફતે એક સાથે ૧૦૦ લોકોને વિડીયો કોન્ફરન્સીંગમાં જોડી શકાશે.
– જીયો મીટ એપ્લીકેશન તમામ ઓપરેટીંગ સિસ્ટમ જેવી કે આઈઓએસ, એન્ડ્રોઈડ, વિન્ડો, મેકઓએસમાં વાપરી શકાશે. સાથો સાથો વિડીયો કોલીંગ એપ જીયો મીટ પીસી તથા લેપટોપનાં માધ્યમથી પણ ઉપયોગ કરી શકાશે.
– જીયો મીટ એપ્લીકેશન વેબ બ્રાઉઝર જેવા કે ગુગલ ક્રોમ અને મોજીલા ફાયરફોકસનાં માધ્યમથી વાપરી શકાશે જે માટે એપ્લીકેશનને ડાઉનલોડ કરવાની પણ જરૂરીયાત રહેતી નથી.
– જીયો મીટ એપ્લીકેશન જીયોનું હેલ્થકેર પ્લેટફોર્મ પણ પુરુ પાડશે જેમાં વપરાશકર્તા તબીબો સાથે પણ જોડાઈ શકશે જેમાંથી તેઓને દવાઓનો ઓર્ડર તથા ડોકટર પાસેથી તબીબી પ્રશિક્ષણ પણ મેળવી શકશે.
– આ એપ્લીકેશન મારફતે લેબ ટેસ્ટ માટે ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવશે જેમાં કલાસીસને રેકોર્ડ, બાળકોનું હોમવર્ક સહિતની તમામ સેવાઓ જીયો મીટ મારફતે પુરી કરી શકાશે.
– જીયો મીટ એપ્લીકેશન બાળકો માટે વચ્યૂઅલ કલાસરૂમ પણ ઉભા કરશે.
– જીયો મીટ અપ્લીકેશન માત્ર નવયુવાનો નહીં પરંતુ તેનો ઉપયોગ તમામ લોકો કરી શકશે તે હેતુથી એપ્લીકેશનને બનાવવામાં આવી છે.