સાગર સંઘાણી
રાજયમાં આજે અનેક જગ્યાએ હોલિકાદહનના કાર્યક્રમમો યોજવાના છે ત્યારે છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, અને શહેરના અલગ અલગ ૨૦૦ થી વધુ સ્થળ ઉપર હોલિકા દહન ના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, જેના માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે જામનગરમાં ૨૫ ફૂટનું હોલીકાનું પુતળું આકર્ષણનું કેન્દ્ર દર વર્ષે બને છે.
જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા સતત ૬૭માં વર્ષે હોલિકા દહન નો કાર્યક્રમ યોજાયો છે, તેના માટે ૨૫ ફૂટની ઊંચાઈનું હોલિકા નું પૂતળું તૈયાર કરાયું છે, તેની સાથે પ્રહલાદનું પણ પૂતળું અલગથી બનાવાયું છે, અને શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોળીકા દહન ના કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ઉપરાંત આસપાસના વિસ્તારમાં માત્ર શાક માર્કેટ અને ભોઈ વાડા વિસ્તારમાં જ ૩૦ થી વધુ હોળીઓ પ્રગટાવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
જામનગર શહેરની વાત કરવામાં આવે તો સમગ્ર શહેરી વિસ્તારમાં ૨૦૦ થી વધુ સ્થળો પર હોલિકા દહન ના કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે, અને છાણા- લાકડા ગોઠવીને સ્થાનિકો હોલિકા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે સમગ્ર વિસ્તારને ધજા-પતાકાથી સજાવીને તેમજ હોળીના પ્રસાદ સહિતના આયોજન થઈ રહ્યા છે.
ધુળેટીના પર્વની પણ તડામાર તૈયારી
જામનગરની ઉત્સવ પ્રેમી જનતા કે જેઓ ધુળેટી નો તહેવાર પણ ખૂબ જ રંગે ચંગે ઉજવે છે, અને એકબીજા પર રંગ ઉડાવી રંગોત્સવ મનાવે છે. શહેરમાં ૧૦૦થી પણ વધુ સ્થળો પર હોળીના કલર, પિચકારી ના વેચાણ માટેના સ્થળ ઉભા થયા છે. સાથો સાથ હોળીના પ્રસાદ એવા ધાણી, દાળિયા, પતાસા, અને નાળિયેર વગેરેના વેચાણના પણ કેન્દ્રો ઊભા કરી દેવાયા છે.
જામનગરના શોખીન પ્રેમી રંગ રસિયાઓ શહેરના પાર્ટી પ્લોટ તેમજ હાઇવે રોડ પર આવેલા ખાનગી પ્લોટ-હાઇવે હોટલ માં પણ સંઘોત્સવના કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે, અને ડી.જે. ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના રેઇન ડાન્સ સહિતના મનોરંજન કાર્યક્રમ માટે ના પાસનું વેચાણ શરૂ થઈ ગયું છે. આવા સ્થળો પર ડી.જે.ના ધમાલની સાથે સાથે રેઇન ડાન્સ ની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અને સમગ્ર જામનગર વાસીઓ હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણીમાં