ગીર-સોમનાથ, જયેશ પરમાર
બાર જ્યોતિર્લીંગમાંના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાના દર્શન કરવા તેમજ પવિત્ર ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા ભાવિકો આવે છે. પરંતુ તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તયો છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી આમને સામને આવી જતાં હોબાળો મચી ગયો છે. સ્થાનિક તીર્થ પુરોહિતો લાલઘૂમ થઈ ઉઠ્યા હતા અને આ નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવી વિરોધ દર્શાવ્યો હતો. આ મામલો વધુ બીચક્યો હતો અને સોમનાથના સ્થાનિકો તથા પુરોહિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
આ ઉપવાસ આંદોલનમાં પુરોહિતો સહિત સ્થાનિકો ઉમટ્યા હતા. આ આંદોલન અસ્થી વિસર્જન અને પિંડદાન વગેરે પર પ્રતિબંધ મૂકવાને કારણે કરવામાં આવી રહ્યું હતું. સરકારના પ્રતિબંધના જાહેરનામાથી લોકો નારાજ હતા.
ત્રિવેણી મહાસંગમમાં અસ્થી વિસર્જન-પિંડદાન પ્રતિબંધનો મામલો બીચકાયો, ઉપવાસ આંદોલન શરૂ
પુરીહિતો દ્વારા કરવામાં આવેલા આ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ કલેક્ટરે લોકમાંગ સામે જાહેરનામામા સૂધારો કરી અસ્થી પીંડદાન પૂજાની છૂટ આપતા મામલો થાળે પડ્યો હતો.અને ટ્રસ્ટ મેનેજર ચાવડાના હસ્તે ઊપવાસીઓને લીલા નાળીયેર પીવડાવી સૂખદ અંત લવાયો હતો.અને ભૂદેવોએ વેદ મંત્રો સાથે ત્રીવેણી સંગમ ની પૂજા કરી હતી.