સતત બીજી વખત ચુંટાવા બદલ જનતા અને કાર્યકતાઓનો આભાર માન્યો
હાલાર લોકસભાની બેઠક પરથી અવિસ્ત બીજી વખત સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર સાંસદ પુનમબેન માડમ ર.૩૭ લાખથી વધુ મતોએ વિજેતા થતા તેઓ દ્વારકાધીશને શીશ ઝુકાવવા દ્વારકા નગરીમાં પહોચ્યા હતા.
ત્યારબાદ ખંભાળીયામાં તેઓની વિજય સભા યોજવામાં આવી હતી જેમાં મંચ ઉપર અનેક આગેવાનો તથા કાર્યકરો અને શુ ચિંતકો ઉ૫સ્થિત રહ્યા હતા. આથી મુડમબેન માડમ દ્વારા અંતકરણ પૂર્વક મતદારો તથા તેઓને સહયોગ આપનાર પ્રત્યેક્ષ ભાવ વિભોરતા સાથે ભારે હ્રદયે આભારા વ્યકત કરવામાં આવ્યો હતો.
આ પૂર્વ તેઓ ચાર રસ્તાથી જોધપુર ચોક સુધી પહોચ્યા ત્યારે પ્રત્યેક મોડ પર તેઓનું ભવ્યથી ભવ્યા રીતે પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નવાપરા વિસ્તારમાં અનેક નામી અનામી મહિલા સંસ્થાઓ દ્વારા એક મહિલાએ સક્રિય ભૂમિકા નિભાવી પુન: સાંસદ બનતા નારી વિભાગ દ્વારા ગૌરવ અનુભવવામાં આવ્યું હતું.