• અંતે ન્યાય મળ્યો
  • ગ્રીન ટયુબ્યુનલના  ચુકાદાને  પડકારનાર હંજર બાયોટેક કંપની સર્વોચ્ચ અદાલતની લપડાક
  • અસરગ્રસ્ત ગ્રામજનોને દંડની રકમમાંથી સરખે ભાગે વહેંચણી કરાવી દેવાની જવાબદારી કલેકટરને સોંપાય

શહેરનાં ભાગોળે આવેલા નાકરાવાડી ગામના સર્વે નં.222માં સમગ્ર રાજકોટ શહેરનો કચરો ખાલી કરવામાં આવતા મહાપાલિકા અને હંજર બાયોટેક પ્રા.લી. દ્વારા પર્યાવરણધારાના નિયમોનો ભંગ કરી જાહેરમાં ગંદકી અને ઉપદ્રવને લઈ આસપાસ ગ્રામજનો વર્ષોથી ત્રસ્ત હતા. જેની સામેગ્રીન ટ્રીબ્યુનલમાં ‘પર્યાવરણ મિત્ર’ અને સ્થાનિકો દ્વારા  માંગવમાં આવેલી દાદમાં વિજય થયો હતો. જે હુકમને હંજર બાયોટેકે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો અંતે  પર્યાવરણ મિત્ર અને સ્થાનિક ગ્રામજનોની સુપ્રિમમાં જીત થઈ છે. અને હંજર બાયોટેકને લપડાક મળી છે.  અને રૂ.25 લાખ કલેકટરની નીગરાની હેઠળ અસરગ્રસ્તોને  વિતરણ કરવાનો હુકમ કર્યો છે.

નાકરાવાડી ગામના સર્વે નં-222માં સમગ્ર રાજકોટનો કચરો ખાલી કરવામાં આવતો હતો મહાનગરપાલિકા અને પેટાકોન્ટ્રાકટમાં કામ કરતી હંજર બાયોટેક પ્રા.લી.

દ્રારા પર્યાવરણધારાના કોઇ નિયમો પાળવામાં આવતા ન હોય જાહેરમાં ફેલાવવામાં આવતા ઉપદ્રવને લઈ આસપાસના ગ્રામજનો વર્ષોથી ત્રસ્ત હતા જે અંગે નાકરાવાડી-પીપળીયા-નાગલપર-હડમતિયા-ખીજડીયા-રાજગઢના સરપંચઓ-ગ્રામજનો-સ્વૈછિક સંસ્થા દ્રારા રાજકોટ મહાનગરપાલિકા- ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ અને અન્ય તમામ સતાતંત્રોને વર્ષોથી સતત રજુઆતો કરવા છતા  કોઇ ઉપાયાત્મક કામગીરી કરવામાં આવેલ ન હતી.

હંજર બાયોટેક એનર્જી પ્રા.લી.દ્રારા કચરાના નિકાલની અનિયમિત કામગીરી કરવામાં આવતી હોય જે તે સમયે અંદાજે સાડા ત્રણ લાખ ટન કચરો ખુલ્લામાં પડેલ હતો જે આજની તારીખે અંદાજે 22 લાખ સુધી પંહોચેલ. પર્યાવરનીય સમસ્યાથી પિડાતા ગ્રામજનોને નિંભર તંત્ર કોઈ દાદ ન દેતુ હોય ત્રસ્ત ગ્રામજનોએ પર્યાવરણમિત્ર ના નેજા હેઠળ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરવામાં આવેલી હતી.

પર્યાવરણ મિત્ર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ટ્રીબ્યુનલે   ધ્યાને લઈ   સ્થળપર પર્યાવરણીય સમસ્યા ઉદભ્વેલ છે તેમ સ્પસ્ટ જણાવેલ છે અને  મહાનગરપાલિકા અને હંજર બાયોટેકના અણધડ વહીવટ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓના નિરંકુશ સાથે નીચેની બાબતોને નોંધી.

શહેરી ઘનકચરાને એકઠો કરવો તેને જુદો પાડવો સંગ્રહ કરવો વહન કરવુ -પ્રોસેસીંગ કરવુ અને નિકાલની તમામની જવાબદારી મહાનગરપાલિકાની રહે છે.  મહાનગરપાલિકા  અને હંજર બાયોટેક દ્રારા પોતાના બચાવમાં  : ઘન કચરાના નિકાલની સુવ્યવસ્થિત કામગીરી થઈ રહી છે તેને નકારવામાં આવે છે.

સૌથી અગત્યનું કે મહાનગરપાલિકા અને હંજર બાયોટેક દ્રારા રજુ કરવામાં આવેલ જવાબ સરખા છે.

મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી અને હંજર બાયોટેકના અયોગ્ય આયોજનના અભાવે પરિસ્થિતિ નિર્માણ પામેલુ છે મહાનગરપાલિકાના અધિકારીઓએ કંપની પ્રત્યે ઘણી સહાનુભુતિ દાખવેલી છે. મહાનગરપાલિકા હસ્તગત કરવા માંગતી 40 હેક્ટર જગ્યા માટે કોઇ તથ્ય જણાતુ નથી અને હાલની જગ્યા પણ અન્ય શહેરની તુલનામાં વધારે છે તે નોંધવામાં આવ્યુ.

ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્રારા અનેક નોટીસો પાઠવવામાં આવેલ છે દરેક્નો અભ્યાસ ન કરતા માત્ર છેલ્લી તા:24/09/2013 ના રોજ આપેલ નોટીસને ગંભીરતા પુર્વક ધ્યાને લેવામાં આવી.

હંજર બાયોટેક દ્રારા લેન્ડફીલ સાઈટના સેલને સમયસર ડેવલોપ ન કરવાને લઈ સમસ્યા વધારે ઉદભ્વી છે.

ગ્રીન બેલ્ટ કરવામાં આવેલ નથી અને હંજર બાયોટેક દ્રારા સમયસર કામગીરી પુર્ણ ન કરવાથી બ્લેકલીસ્ટેડ કરી ફરી તેને મહાનગરપાલિકાએ હોશીયારીથી ફરી કામ આમી મામલો થાળે પાળેલ છે અને હાલ લેન્ડફીલનો અન્ય સેલની કામગીરી શરુ હોય તેવી વાત રજુ થયેલ નથી અને લેન્ડફીલ સાઈટએ ડંમ્પીગ ગ્રાઉન્ડ નથી તેની તાકીદ કરેલ છે અને તેની દેખરેખ પ્રદુષણ બોર્ડને કરેલ છે અને મહાનગરપાલિકા અને પ્રદુષણ બોર્ડ તેની જવાબદારીથી છટકી શકતા નથી.

ગ્રીન ટ્રીબ્યુનલનો ગ્રામજનોની તરફેણમાં ચુકાદોમાં ટાંકયું

હંજર બાયોટેક કંપનીએ લેન્ડફીલ સહીતની તમામ કામગીરી છ માસમાં પુર્ણ કરવામાં આવે,જો કંપની દ્રારા સમયસર કામગીરી કરવામા ન આવે તો અન્ય અનુભવી એજન્સીને પાસે કામ કરાવી મહાનગરપાલિકાને થતો વધારાનો ખર્ચ હંજર બાયોટેક પાસેથી પેન્લ્ટી સહિત વસુલ કરવામાં આવે

પ્રદુષણ બોર્ડની તા:31-12-2003 ની મંજુરી ના અનુસંધાને મહાનગરપાલિકા દ્રારા તાત્કાલિક ધોરણે છ માસની અંદર ગ્રીન બેલ્ટ ઉભો કરવામાં આવે છે.પ્રદુષણ બોર્ડે તાત્કાલિક સેક્રેટરી-અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી અને સંલગ્ન જીલ્લાના કલેકટરનો સંપર્ક કરી સમગ્ર ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન-નગરપાલિકાના ઘનકચરાના નિકાલની પરિસ્થિતિનો અભ્યાસ કરીને ટ્રીબ્યુનલને ત્રણ માસની અંદર રજુ કરવામાં આવે.

આસપાસના દરેક અસરગ્રસ્ત ખેડુતને રુ-20 હજાર ચુકવવા અને

હંજર બાયોટેક કંપની દ્રારા 25 લાખ રુપિયા 4 અઠવાડીયામાં કલેકટરશ્રી-રાજકોટને જમા કરાવવામાં આવે અને તેની વહેચણી કરવામાં આવે સદરહું હુકમ સામે હંજર બાયોટેકે સુપ્રિમમાં અપીલ દાખલ કરેલ જે અપીલની સુનાવણી ચાલવા પર આવતા  જેમાં  બંને પક્ષોના વકીલો દ્વારા  કરવામાં આવેલી  લેખીત મૌખીક દલીલો તેમજ  દસ્તાવેજી પુરાવા ધ્યાન લઈ   સુપ્રિમ કોર્ટ દ્વારા  બાયોટેક કંપનીની અપીલ  કાઢી નાખી અને   નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને યથાવત રાખેલ છે. અને  લાંબા  કાનુની જંગમાં  અસરગ્રસ્તોનો વિજય થયો છે.  અને  હંજર બાયોટેક કંપનીને  લપડાક મળી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.